રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પુરી પાડવાના ઉદેશથી જરૂરીયાતમંદ શહેરીજનો માટે ગુજરાત યુવા સાધુ સમાજ, નિલકંઠ હોલ, મેહુલનગર મેઈન રોડ, નીલકંઠ ટોકીઝ પાછળ, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ ‘માં’ વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં વિવિધ વિસ્તારના ૧૮૩ પરીવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
આ કેમ્પનું ઉદઘાટન ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં મેયર બીનાબેન આચાર્ય હાજર રહ્યા હતા. તેમજ આ કેમ્પમાં મેયર બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કેમ્પમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડ, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી ખાસ હાજર રહ્યા હતા. તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાન ચાંદનીબેન ગોંડલીયા, ઉજેશભાઈ દેસાણી, નિલેશભાઈ દાણીધારીયા, પાયલબેન ગોંડલીયા, બાલકૃષ્ણભાઈ ગોંડલીયા અને કિર્તીબેન દાણીધરીયા હાજર રહ્યા હતા.