સન્માન, સમારંભ, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ અને સંતવાણી સહિતના કાર્યક્રમો ઉજવાશે.
વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા આગામી તા.૧૬ને રવિવારે બગસરાની વાટલીયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે શ્રીબાઈ તીથી ઉજવાશે. જેની સાથે સરસ્વતિ સન્માન કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાનું આજરોજ ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રવિવારે સવારે ૭ કલાકે શોભાયાત્રા, ૧૦ કલાકે આરતી ત્યારબાદ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ, ભોજન પ્રસાદ, સંતોના આશિર્વચન, મહાઆરતી, મહાપ્રસાદ તેમજ રાત્રે સંતવાણી-લોકડાયરો યોજાશે. જેમાં લોક સાહિત્યકાર કાંતિભાઈ પ્રજાપતિ, લોક ગાયીકા સેજલબેન ગોંડલીયા તથા અમીતાબેન પટેલ અને કલાવૃંદ જમાવટ કરશે.
આ તકે વાટલીયા પ્રજાપતિ સમાજની નિર્માણાધીન વાડીમાં દાતાઓનું સન્માન પણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં સંતો-મહંતો તેમજ આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે તેવું ઉપપ્રમુખ પ્રજાપતિ મનસુખભાઈ ગોંડલીયા તથા પ્રજાપતિ મનોજભાઈ કટકીયા, પ્રજાપતિ અરવિંદભાઈ સરવૈયા, પ્રજાપતિ નિકુંજભાઈ સરવૈયા, પ્રજાપતિ દિનેશભાઈ જેઠવા, પ્રજાપતિ કુનાલભાઈ જેઠવા સહિતનાએ કહ્યું હતું.