ભારતમાં લોકો ધાર્મિક વિધિ વિધાનોને વધુ મહત્વ આપે છે. અહી કુમારિકાઓ સરો પતિ મેળવવા માટે ૧૬ સોમવારનું વ્રત પણ રાખે છે. ત્યારે સોભગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખતી હોય છે. વટ સાવિત્રી વ્રત વર્ષમાં બે વાર રાખવામાં આવે છે. એકવાર જેઠ મહિનાની અમાસ પર, તો કેટલાક સ્થળોએ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં આ વ્રતનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી મહિલાઓને શાશ્વત સૌભાગ્ય મળે છે. આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ વર્ષે વટ પૂર્ણિમા 14મી જૂન 2022, મંગળવારના રોજ થશે.
આ દિવસે મહિલાઓ દ્વારા વટવૃક્ષની પૂજા કરવામાં આવે છે. સતિ સાવિત્રીએ પોતાના પતિને યમરાજાની પકડમાંથી છોડાવ્યા એ કથા પ્રચલિત છે.
વટ પૂર્ણિમા 2022 શુભ સમય
વટ સાવિત્રી વ્રતની પૂર્ણિમા તિથિ – 13 જૂન 2022 બપોરે 1:42 વાગ્યે શરૂ થશે
વટ સાવિત્રી વ્રતની પૂર્ણિમાની સમાપ્તિ – 14 જૂન, 2022 સવારે 9:40 સુધી રહેશે.
વટ સાવિત્રી વ્રતની પૂર્ણિમાના દિવસે શુભ યોગ – 14 જૂન, 2022 સવારે 9:40 થી 15 જૂન, 2022 સુધી સવારે 5:28 સુધી રહેશે.
સૌભાગ્યવતી મહિલાઓ પોતાના અખંડ સૌભાગ્યની કામના માટે વડલાની પ્રદક્ષિણા કરી પોતાના ભરથારના દિર્ધ આયુષ્યની પ્રાર્થના કરે છે. સવારથી સાંજ સુધી ઉપવાસ રાખે છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મહિલાઓએ ઠેર ઠેર વડનું પુજન કર્યું હતુ.
વટ સાવિત્રી ઉપવાસ પૂજા સામગ્રી
વાંસના લાકડા, અક્ષત, હળદર, અગરબત્તી કે અગરબત્તી, લાલ-પીળા રંગનો કલવો, સોળ શણગાર, તાંબાના વાસણમાં પાણી, પૂજા માટે સિંદૂર અને પૂજામાં નાખવાના લાલ રંગના વસ્ત્રો, પાંચ પ્રકારના. ફળો અને પૂજા કરવા માટે વડનું વૃક્ષ.