વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં વસ્તુઓ રાખવી, કઈ દિશામાં શું રાખવું તેવી માન્યતા હિંદુ શાસ્ત્રમાં છે. આજે પણ કેટલા લોકો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પોતાના ઘરની વસ્તુઓ ગોઠવતા હોય છે. હિંદુ શાસ્ત્રની માન્યતા અનુસાર સાવરણીને લક્ષ્મીજીનું  પ્રતિક માનવામાં આવે છે.   ત્યારે વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખરીદવા, ઘરમાં રાખવા અને જૂની સાવરણીને ઘરમાંથી દુર કરવા માટે પણ ઘણા નિયમો આપવામાં આવ્યા છે. શું તમે આ નિયમો વિશે જાણો છો ? તો ચાલો જાણીએ વસ્તુશાસ્ત્ર પ્રમાણે સાવરણીના નિયમો”

શું કરવું જૂની સાવરણી સાથે ?

જો તમારા ઘરની સાવરણી જૂની છે અને તે તૂટી ગઈ છે, તો તેને તરત જ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ. કારણ કે, જૂની સાવરણી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. તૂટેલી સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે ઘરમાં સમસ્યાઓ વધારવાનું કામ કરી શકે છે.

ક્યારે ખરીદવી નવી સાવરણી ?

હમેંશા સાવરણી શનિવાર, મંગળવાર અને અમાસના દિવસે  ખરીદવી જોઈએ. કૃષ્ણ પક્ષમાં સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. ઘરમાં જ્યાં પણ સાવરણી  રાખવામાં આવે એ સ્થળ સ્વચ્છ રાખવું જરૂરી.

કયા દિવસે અને ક્યાં ફેંકવી જૂની સાવરણી ?

ઘરની જૂની અથવા તૂટેલી સાવરણી બહાર ફેંકવા માટે સૌથી યોગ્ય દિવસ શનિવાર અને અમાસને માનવામાં આવે છે. આ સિવાય તમે ગ્રહણ પછી અને હોળિકા દહન પછી પણ ઘરમાંથી તૂટેલી અને જૂની સાવરણી કાઢી શકો છો. આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ઝાડૂ વડે બહાર નીકળી જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

 
નોંધ: (અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આપારિત છે. આના કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.