• વષેનો સર્વ શ્રેષ્ઠ દિવસ એટલે  ભાદરવા સુદ પાંચમ સવંત્સરી – ક્ષમાપના  મહા પર્વનો દિવસ…
  • કરેલા પાપોનું સ્મરણ કરી આલોચના કરશે…
  • સાંજ પડતાં જ જૈનો 84 લાખ જીવોને વારંવાર ખમાવશે…
  • પ્રતિક્રમણરૂપી પાવન ગંગામા પસ્તાવારૂપી ડૂબકીઓ લગાવી આત્મ શુધ્ધિ કરશે…
  • ભૂજો…ભૂજો કરી પંચાગ નમાવી ખમાવશે…
  • સંવત્સરી એટલે કર્મોનો હિસાબ – કિતાબ માંડવાળ કરવાનો દિવસ..
  • સંવત્સરી એટલે વેર ઝેરને કાયમને માટે વિરામ આપવાનો અવસર..

FB IMG 1649387643563

જગતના સર્વ ધર્મ અને ધર્મ ગુરુઓએ ક્ષમાને આગવું મહત્વ આપ્યું છે.જૈન દશેન કહે છે કે જીવ માત્રને એટલે કે 84 લાખ જીવાયોનિના જીવને ખરા અંત:કરણપૂવેક ખમાવવાના.આપણે એવું માનતા હોઈએ કે મારી કયાં ભૂલ છે…એણે આમ કર્યુ’તુ ને તેમ કર્યું’તુ.મહા પુરુષો કહે છે કે ભૂલ ભલે આપડી ન હોય છતાં સામે જઈને ક્ષમાપના કરવાની…આત્મા હળવો ફૂલ થઈ જશે.એક આત્માને પણ જો ખમાવવાનો બાકી રહી જશે તો અભિચિ કુમારની જેમ ભવ ભમ્રણ વધી જશે.પોતાના પિતા સિવાય આખા જગતને અભિચિકુમાર ખમાવે છે…

  • પ્રભુ કહે તેનું ભવ ભ્રણમ અટકશે નહીં….
  • ખમાવે નહીં તેને બધું ખટકશે…
  • જૈન દર્શન કહે છે કે વેરાણુબંધાણી મહા ભયાણી

વેરનો અનુબંધ મહા ભયંકર છે.કોઈ પણ ભવમાં એ જીવ સાથે ભેટો થઈ જાય..અને વેરની પરંપરા ચાલુ થઈ જાય,માટે જ દરેક જીવાત્માઓને અંત: કરણપૂર્વક ખમાવી લેવાના.

જગતના દરેક જીવો સાથે મિત્રતા રાખવાની.

કોઈ પણ જીવ સાથે વેરભાવ નહીં રાખવાનો.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે 31/8/2022 બુધવારે જૈન સમાજનું સવંત્સરી મહા પર્વ છે.

  • સવંત્સરીના દિવસે પૂ.સાધુ – સાધ્વીજીઓને ચૌવિહારો

ઉપવાસ હોય છે.નવ વર્ષની ઉંમર હોય કે નેવું વષેના વયોવૃધ્ધ સાધુ – સાધ્વીજી હોય સવંત્સરીનો ચૌવિહારો ઉપવાસ તેઓ માટે ફરજીયાત હોય છે.

ઉપવાસ હોવા છતાં તેઓ શ્રાવક શ્રાવિકાઓને આલોચના કરાવે પ્રવચન આપે અથાક શ્રમ લઈને શાસન પ્રભાવના માટે સતત જાગૃત રહે છે.

આપણે પણ ચતુર્વિધ સંઘના એક સદ્દસ્ય છીએ તો સંવત્સરી મહા પવેના દિવસે ઉપવાસ,એકાસણા કે જે થઈ શકે તે તપ આરાધના કરવી જોઈએ.

આત્મા અનંત શકિતનો ધારક છે.જે ધારે તે કરી શકે છે.

આલોચના કરજો,પ્રતિક્રમણ ફરજીયાત કરવાનું હોય છે.

ચિંતન કરવાનું કે ગત સંવત્સરીએ આપણી સાથે હતા તેમાંથી અનેક આત્માઓ પરલોકે સિધાવી ગયા હશે.આયુષ્યનો કાંઈજ ભરોસો નથી.

દૂર્લભ માનવ ભવની પ્રત્યેક પળને ચાલો સાથેક કરી લઈએ….

જૈન ધમે દેહ શુધ્ધિ નહીં પરંતુ આત્મ શુધ્ધિમા માને છે.

પ્રતિક્રમણ કરતાં સમયે જગતના સર્વ જીવોને હ્રદયપૂવેક ખમાવવાના…

ક્ષમા માંગવાની અને ક્ષમા આપવાની.

આત્માની મિથ્યા માન્યતા, વૃતિ – પ્રવૃતિમા સુધારો ન થાય ત્યાં સુધી પરીભ્રમણ અટકતુ નથી.

પ્રતિક્રમણમાં જીવાત્મા પોતાના પાપનો એકરાર કરી,વેર – ઝેર ભૂલી ક્ષમા માંગતો અને આપતો હોય છે.તેનું હ્રદય રડતુ હોય છે કે હે પ્રભુ ! મને માફ કરો.

જૈન દશેન કહે છે પ્રમાદની પથારીમાં પોઢેલા પેલા શૈલક રાજર્ષી પણ પ્રતિક્રમણના નિમિત્તથી જાગૃત થઈ અપ્રમત્ત દશાને પ્રાપ્ત કરે છે.

પ્રતિક્રમણ પણ પરમાત્મામય બની કરવામાં આવે તો જીવનું પરીભ્રમણ અટક્યા વગર રહે નહીં.

  • ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા વિ ખમંતુ મેં,
  • મિત્તિ મેં સવ્વે ભૂએસુ, વેર મજ્જં ન કેણ ઈં…
  • અથોત્ જગતના સર્વ જીવોને હું ખમાવુ છું, મને ક્ષમા આપજો…
  • વિશ્વના દરેક જીવો સાથે મારે મિત્રતા છે, કોઈની સાથે વેર ભાવ નથી.સુંદર સ્તવનની પંક્તિઓને માણીએ…
  • શુધ્ધિની વૃદ્ધિ થાય નિરંતર,એવા કામ તું કરતો જા,પાપના પંથને પતન જાણીને,પાપથી પાછો ફરતો જા,
  • પ્રતિક્રમણ તું કરતો જા….અન્ય એક ભાવવાહી સ્તવનની પંક્તિઓને મમળાવીએ..
  • પાપ કર્મોથી પાછા ફરે,તેને પ્રતિક્રમણ કહેવાય, સાંજ – સવારે નિત્ય કરવું, આવશ્યક સુખદાય…
  • રોજ – રોજે પ્રતિક્રમણથી,સંસ્કારો પડી જાય,આવતાં ભવમાં સંસ્કારો,એ પાછા પ્રગટ થઈ જાય…પાપ કર્મોથી પાછા ફરવું, પ્રતિક્રમણ કહેવાય…
  • સંકલન : મનોજ ડેલીવાળા
  • મો.98241 14439

જૈન પંચાંગનો સૌથી પવિત્ર દિવસ એટલે સંવત્સરી

સંવત્સરી એ પર્યુષણનો છેલ્લો દિવસ છે.તે પર્યુષણ પર્વનો 8 મો અથવા દસ લક્ષણા પર્વનો 10 મો દિવસ હોય છે.જૈન પંચાંગનો આ સૌથી પવિત્ર દિવસ હોય છે. ઘણાં જૈનો આ દિવસે સંપૂર્ણ ઉપવાસ કરે છે. સંપૂર્ણ દિવસ પ્રાર્થના અને ક્ષમાયાચના અને પશ્યાતાપમાં વીતાવવામાં આવે છે. એક વાર્ષિક વિસ્તૃત ક્ષમા વિધી સાંવત્સરીક પ્રતિક્રમણ આ દિવસે કરવામાં આવે છે. આ પ્રતિક્રમણ બદ સર્વ જૈનો મિચ્છામિ દુક્કડં બોલીને જાણતા અજાણતા પોતાના દ્વારા પહોંચાડેલા દુ:ખ પીડા આદિની વિશ્વના સર્વે જીવો પાસે ક્ષમા માંગે છે. એક વિધી તરીકે તેઓ તેમના મિત્રો, સગા, સંબંધી આદિને મિચ્છામિ દુક્કડં કહે છે. કોઈ નિજી ઝઘડો કે મતભેદને સંવત્સરીથી વધુ આગળ ખેંચતા નથી. બહારગામ વસતા મિત્રો અને અને સંબંધીઓ આદિની ફોન દ્વારા માફી મંગાય છે.

જૈનોનું પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમાપ્તિના આરે

કાલે સંવત્સરી મહાપર્વ મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાપના મંગાશે

જિનાલયો, ઉપાશ્રયોમાં પ્રતિક્રમણ થશે : ગુરુવારે તપસ્વીઓને પારણા કરાવાશે

જૈનોનું પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમાપ્તિના આરે છે. કાલે સંવત્સરી મહાપર્વ મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાપના મંગાશે. જિનાલયો, ઉપાશ્રયોમાં પ્રતિક્રમણ થશે : ગુરુવારે તપસ્વીઓને પારણા કરાવાશે જૈનોનું પર્વાધિરાજ પર્યુષણ પર્વ સમાપ્તિના આરે છે. બુધવારે સવંત્સરીનું મહાપર્વ ઉજવાશે. જેમાં જૈનો મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાપના માંગશે. મનોજ ડેલીવાળાના જણાવ્યા પ્રમાણે, જૈનોના પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે ઉપાશ્રયો અને જિનાલયોમાં તપ,સાધના કરાઈ હતી.

31મીના બુધવારે સવંત્સરીનો મહાપર્વ છે. જે દિવસે તમામ જૈનો મન,વચન અને કાયાથી વર્ષ દરમિયાન એક-બીજાને કોઈ દુ:ખ થયું હોય તો તેની ક્ષમા માંગવામાં આવશે. ભગવાન મહાવીરને ચંડ કૌશિક નામના સાપે ડંખ માર્યો છતાં તેને ક્ષમા આપી અને અમૃત ધારા વરસાવી. જયારે ગોવાળિયાએ ખીલા માર્યા પરંતુ મહાવીર સ્વામીએ ક્ષમા ધારણ કરી. બુધવારે સાંજે 36 ઉપાશ્રયો અને દેરાસરોમાં મોટી સંખ્યામાં જૈનો પ્રતિક્રમણ કરશે. જયારે પર્યુષણ પર્વ દરમિયાન 8,16 કે 30 દિવસના ઉપવાસ કરતા તપસ્વીઓને ગુરુવારે જૈન સંઘો દ્વારા પારણા કરાવવામાં આવશે. પર્યુષણ પર્વ પૂર્ણ થતા સંઘ જમણના કાર્યક્રમો યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.