રંગભૂમિ સાથે સંકળાયેલા જાણીતા કલાકાર શેખર શુક્લા અને હિન્દી ફિલ્મો જેમકે જો જીતા વહી સિકંદર, કોર્પોરેટ,જન્નત,બ્લડ મની ,આશિકી 2 તથા સૌથી વધુ ગુજરાતી નાટકો જેમાં સફળ નાટકો કહી શકાય એવા અમે લઈ ગયા તમે રહી ગયા, મળવા જેવો માણસ, પરણેલા છો તો હિંમત રાખજો, સહિત અનેક નાટકો તથા ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મ સીરીયલ કામગીરી કરેલ છે. અબતક મીડિયાની મુલાકાતે આવેલાં શેખર શુક્લાએ જણાવ્યુ હતું કે રંગીલા રાજકોટ વાસીઓમાં ભરપુર ટેલેન્ટ છે.જો કોઇ ખરેખર આ ક્ષેત્રમાં કેરીયર બનાવવા માંગતું હોય તો તેને મોડું કર્યા વગર મુંબઇની વાટ પકડી લેવી જોઇએ.
અબતકની મુલાકાતમાં રંગમંચના કલાકાર શેખર શુકલાએ કરી દિલખોલીને વાતો
એફઆઇઆર સીરીયલમાં ઇન્સ્પેકટર ચૌટાલાની સામે ફરીયાદી બનીને વિવિધ પાત્રો ભજવ્યા છે. હું દરેક વ્યકિતઓને નિરખતો હોઉં છું. અને તેમાં મારી કલાને મિશ્ર કરીને રોજ નવું પાત્ર ભજવું છું. હવે આદત પડી ગઇ છે. મર્ડરની તમામ સીકવન્સ ફીલ્મ,આશિકી-2,જન્નત,સુપરનાની જેવી ફીલ્મોમાં કામ કર્યું છે. તે સાથે બાબો આવ્યો કુરીયરમાં,પરણેલા છો તો હિંમત રાખો નામના બે નાટકો તેમના સુપરહીટ સાબિત થયા છે. તેઓ નાટકક્ષેત્રે પણ કાર્યરત છે. તેમાં મહત્વની સીરીયલ એફઆરઆઇ અને હાલનો સફળ સીરીયલ અનુપમાના મામાજી તરિકે ઘરે ઘરે લોકપ્રિય બન્યા છે.
હાલ તેઓ સૌરાષ્ટની ધરાના દર્શન કરવાં આવેલાં છે. શેખરે થિયેટર કલાકાર તરીકે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી તેમને ગુજરાતના અનેક નાટકો કર્યા છે તેમને 1992માં ફિલ્મ જો જીતા હોય સિકંદરથી ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. અબતક મીડિયાનું મુલાકાતે આવેલ શેખર શુક્લા સાથે મિલન કોઠારી, મયુરાજસિંહ જાડેજા ઉપસ્થીત રહ્યાં હતા.