લગ્ન બાદ સાસરીયામાં માતાજીના માંડવાના પ્રસંગમાં આવતા યુવતીના ચાર પરિવારજનો છરી ધોકા વડે તુટી પડયા
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી નાસી ગયેલું યુગલ માતાજીના માંડવાના પ્રસંગમાં હાજર થતા યુવતીના પરિવારજનો એ છરી અને ધોકા વડે હુમલો કરી માર મારી ઈજા પહોચાડતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પ્રાપ્ત વિગતો મુજબ શીતલબેન સાગરભાઇ જાદવ અને તેના સાસરિયાંઓ ઉપર ભાવેશ પ્રતાપભાઈ ભેડા, દડુ દાનાભાઈ ભેડા, વિજય વનરાજભાઈ ભેડા તેમજ વિપુલ નામના શખ્સે છરી અને લાકડાના ધોખા વડે હુમલો કરી ગંભીર રીતે ઇજા પહોંચાડતા સારવાર માટે ખસેડાયા હતા
બાદમાં તેઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાત પોલીસે આઈપીસી કલમ 324 323 304 506 427 452 114 તથા જીપીએસ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે ફરિયાદી શીતલબેન જાદવે જણાવ્યું હતું કે તેઓએ એક વર્ષ પહેલા માવતરિયા ની મરજી વિરુદ્ધ સાગર જાદવ સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા અને તેઓ વાસાવડ છોડી અન્ય ગામ રહેવા નીકળી ગયા હતા પરંતુ વાસાવડ ગામે માતાજીના માંડવાનો પ્રસંગ હોય બંને યુગલ આવી ચડતા માવતરિયાઓએ હુમલો કર્યો હતો.