રાજકોટની શિક્ષણ-સંસ્કાર અને નેતૃત્વના અભિયાનમાં જોડાયેલી સુપ્રસિઘ્ધ ધોળકિયા સ્કુલ સાંસ્કૃતિક ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષા સુધી અવારનવાર પોતાના પરફોર્મન્સ આપતી રહી છે. શાળા દ્વારા રાષ્ટ્રીય કક્ષાના ઉજવાય રહેલ વસંતોત્સવ ગાંધીનગર ખાતે પોતાની કૃતિની સફળ રજુઆત કરવામાં આવી. યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા ધોળકિયા સ્કુલને લોકનૃત્ય રજુ કરવાનું આમંત્રણ મળેલું. જેમાં આહિર રાસની રજુઆત ધોળકિયા સ્કુલે કરીને ઉપસ્થિત મહાનુભાવો અને પ્રેક્ષકોને ડોલાવી દીધા હતા. આ કૃતિમાં ૧૬ વિદ્યાર્થીઓની ટીમે સુવ્યવસ્થિત સંકલન કરીને નૃત્યની રજુઆત કરી હતી. ટીમના તમામ મેમ્બર્સને શાળાનાં ટ્રસ્ટી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા તો ટ્રસ્ટી જીતુભાઈ ધોળકિયાએ સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.
વસંતોત્સવ ગાંધીનગર ખાતે ધોળકિયા સ્કુલની ધમાકેદાર કૃતિ
Previous Articleમચ્છરોને મારવા કાલથી કોર્પોરેશનનું વન-ડે વન વોર્ડ ફોગીંગ અભિયાન
Next Article ભારતીય પાઇલટને આવતીકાલે મુક્ત કરવાની જાહેરાત