મુખ્યમંત્રીએ રાજકોટનાં તેના અતિવ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે પણ પોતાની આત્મીયતાનાં દર્શન કરાવ્યા હતા. રાજકોટનાં જૈન શ્રેષ્ઠી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ મંત્રી તથા સરદારનગર સંઘના મંત્રી, રાજકોટ મહાજન પાંજરાપોળના મંત્રી, ‘દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ’ ઢોલરાના સલાહકાર સભ્ય અને જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મીડટાઉનનાં પૂર્વ પ્રમુખ, જીવદયા ગ્રુપ-રાજકોટનાં માર્ગદર્શક તથા અસંખ્ય સંસ્થા સાથે જોડાયેલા ઉપેનભાઈ મોદી તથા રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર તથા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્ય રાજેનભાઈ મોદીને તેના માતુશ્રી વસંતબેન મોદીનાં દુ:ખદ નિધન પ્રસંગે મોદી પરીવાર સાથે આત્મીય નાતો ધરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉપેનભાઈ મોદીનાં નિવાસ સ્થાને જઈ પૂ.વસંતબેન મોદીને ભાવાંજલી આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂ.માતુશ્રી વસંતબેન મોદી ખરાઅર્થમાં ભાવિ પેઢી માટે પ્રેરણાપ જીવન જીવી ગયા. સમાજે એક પ્રખર જીવદયા પ્રેમીને ગુમાવ્યા છે. તેમનાં નિધનથી માત્ર મોદી પરીવાર જ નહીં પરંતુ જૈન સમાજને પણ મોટી ખોટ પડી છે. આ પ્રસંગે મોદી પરીવારના મોભી રાજેનભાઈ મોદી અને ઉપેનભાઈ મોદીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રત્યે પોતાની કૃતજ્ઞતાભાવ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શહેર ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ પણ સાથે રહ્યા હતા તથા મોદી પરીવારનાં અપૂર્વ મોદી, મિહિર મોદી, દર્શન લાખાણી, વિનુભાઈ મહેતા, સુભાષભાઈ શાહ તથા જીતુભાઈ કોઠારી, સુનીલભાઈ વોરા, અનુપમભાઈ દોશી, નલીન તન્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઉલ્લેખનીય છે કે શ્રીમતી અંજલીબેન વિજયભાઈ રૂપાણી પરદેશથી માતુશ્રી પૂ.વસંતબેન મોદીનાં અવસાન પ્રસંગે ઉપેનભાઈ મોદીને શોકસંદેશ પાઠવેલ હતો. માતુશ્રી પૂ.વસંતબેન મોદીની સ્મશાનયાત્રામાં જૈન સમાજનાં સંઘોના હોદેદાર, રાજકીય આગેવાનો રમેશભાઈ રૂપાપરા, ઉદયભાઈ કાનગડ, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, અધિક કલેકટર હર્ષદભાઈ વોરા પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.