૩૪ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે; રક્તદાન કેમ્પનું મેગા આયોજન: ૩૦૦થી વધુ બોટલ રકત એકત્ર કરવાનો લક્ષ્યાંક: સમાજ અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સમસ્ત ચારણ ગઢવી જ્ઞાતિનો વસંત પંચમીએ તા.૧૦-૨ના રોજ ભવ્ય સમૂહ લગ્નોત્સવ પી.ડી.માલવીયા કોલેજ ગ્રાઉન્ડ, ગોંડલ રોડ રાજકોટ મુકામે યોજાનાર છે. જેમાં કુલ ૩૪ નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાશે.રાજકોટ શહેર મુકામે દર વર્ષે સમસ્ત ચારણ ગઢવી જ્ઞાતિનો સમૂહ લગ્નોત્સવ યોજાય છે જે અંતર્ગત આ વર્ષે ૨૭મો સમૂહ લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે.
આ પ્રસંગે સવારમાં ૫ વાગ્યા જાન આગમનથી લઈ બપોરના ૨ કલાકે દિકરીઓને વિદાય અપાશે. સમૂહ લગ્નોત્સવની સાથો સાથ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦થી વધુ બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. એકત્રીત બ્લડ સમાજના જરૂરતમંદ લોકોને અપાશે. આ અવસરે દાતાઓનો ખાસ સન્માન સવારે ૯ કલાકથી થશે.
આ પ્રસંગે પ.પૂ.બનુમાં (મઢડા ગામ) તથા પ.પૂ.કંકુકેશર માં (ભાણોલ) તેમજ પાલુ ભગત (કાળીપાટ આશ્રમ) હાજર રહી વર-કન્યાઓને શુભ આશિષ પાઠવશે. મુંબઈ ખાસ પધારનાર એવા સમગ્ર જમણવારના દાતા નાગરદાસ બુધશી કાર્યક્રમનું પ્રમુખ સ્થાન સોભાવશે.
સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા ‘અબતક’ની મુલાકાતે આવેલા સમાજ અગ્રણીઓ ભગવતભાઈ સોયા, મનોજભાઈ પાલીયા, નરેશભાઈ ગોખ‚, ભરતભાઈ પાલીયા, અમીતભાઈ પાલીયા, ધવલભાઈ જાળફવા, અમિતભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે ક્ધયાઓને ૧૧૦ જેટલી વસ્તુઓ કરીયાવરમાં ભેટ અપાશે અને બ્લડ ડોનેશન કેમ્પ બપોરે ૯ થી ૧ યોજાનાર હોય વધુમાં વધુ લોકોને જોડાવા આયોજકોએ અનુરોધ કર્યો છે.