હજારો હાથને હુન્નર કૌશલ્ય આપતી કંપનીને એવોર્ડ મળતા સમગ્ર જિલ્લામાં ખુશાલીનો માહોલ
અમરેલીના ઉધોગરત્ન કેળવણીકાર વસંતભાઈ ગજેરાની લક્ષ્મી ડાયમંડ કંપનીને હાઈએસ્ટ ટર્નઓવરનો રાષ્ટ્રીય એવોર્ડ એનાયત જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ દ્વારા આયોજિત ૪૫ માં એવોર્ડ સમારોહ માં કટ એન્ડ પોલિસિડ ડાયમંડમાં સમગ્ર ભારતમાં હાઈએસ્ટ ટર્ન ઓવર નો રાષ્ટ્રીય એવોર્ડ લક્ષ્મી ડાયમંડ કંપનીને અપાયો દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ એનાયત સમારોહમાં દિલ્હી ઉદ્યોગ મંત્રીના વરદહસ્તે કંપનીના એમ ડી અશોકભાઈ ગજેરા ને એવોર્ડ એનાયત કરાયો હતો લક્ષ્મી ડાયમંડ કંપની દ્વારા ગુણવત્તા પ્રોડક્શન શોષયલ સર્વિસ કર્મચારી વેતન જેવી બાબતોમાં હમેશા વિધાયક વિચારધારા અપનાવી છે જેના પરિણામે આ બહુમાન મળ્યું છે તેમ શ્રમ શક્તિ સમર્પણ કર્મચારી સાથે સૌમ્ય વહેવાર પ્રમાણિકતા જેવા અનેકો પાસાઓથી નાના માં નાની વ્યક્તિઓની પણ કંપની માટે મહતા ધરાવે છે અમરેલી ના વતની કેળવણીકાર ઉદ્યોગરત્ન ડાયમંડ કિંગ વસંતભાઈ ગજેરા સ્થાપિત લક્ષ્મી ડાયમંડને જેમ્સ એન્ડ જવેલરી કાઉન્સિલ પ્રમોશન રાષ્ટ્રીય એવોર્ડ સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવીંત અને ખુશીની વાત છે ચુનિભાઈ ગજેરા વસંતભાઈ મોવલિયા દિનેશભાઇ બાંભરોલીયા રમેશભાઈ કાથરોટિયા કાંતિભાઈ વધાસિયા એમ કે સાવલિયા મનુભાઈ દેસાઈ કાળુભાઇ સુવાગિયા બાલુભાઈ બાબરીયા ગોપાલભાઈ વસ્તપરા હરેશભાઇ બાવીસી વિગેરે એ ખુશી વ્યક્ત કરી સમગ્ર જિલ્લાનું ગૌરવ વધારી હજારો હાથ ને હુન્નર કૌશલ્ય આપતી કંપની ને રાષ્ટ્રીય કક્ષાનું સર્વોચ્ચ ગૌરવ અપાવતા સર્વ ને અભિનંદન પાઠવ્યા હતા