રાજ્યમાં 44 ટકા વરસાદની ઘટથી પીવાના પાણી, સિંચાઈનું પાણી અને ઘાસચારાની તંગી ઉભી થાય તેવી દહેશત

વરૂણદેવના રૂક્ષણાના કારણે હવે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. ખેતરોમાં ઉભો પાક સુકાવા લાગ્યો છે. જળાશયોનાં તળીયા દેખાવા લાગ્યા છે. અનેક ગામો ભર ચોમાસે પાણીની હાડમારી વેઠી રહ્યા છે. વરસાદ ખેંચાવાના કારણે સ્થિતિ દિન પ્રતિદિન ચિંતાજનક બની રહી છે. હજી દશ દિવસ સાર્વત્રીક કે નોંધપાત્ર વરસાદની કોઈ જ સંભાવના નથી વરસાદ ખેંચાતા હવે સૌરાષ્ટ્રમા જળ કટોકટીની દહેશત ઉભી થવા પામી છે.

રાજયમાં ચાલુ વર્ષે વરસાદની 44 ટકા ઘટ વર્તાય રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થવા પામી નથી. રાજય સરકાર અત્યારથી જ પીવાના પાણીનું આયોજન ગોઠવવાની તૈયારીમાં લાગી ગઈ છે. જો એક સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહી પડે તો સ્થિતિ હજી વધુ કથળે તેવી ભીતિ પણ મોઢુ ફાડીને ઉભી છે.

સૌરાષ્ટ્રના 80 પૈકી માત્ર પાંચ તાલુકાઓ જ એવા છે કે જયાં 50 ટકાથી વધુ વરસાદ પડયો છે. જયારે નવ તાલુકાઓમા 20 ટકાથી પણ ઓછો વરસાદ પડયો છે. રાજયમાં આજ સુધીમાં માત્ર 36.31 ટકા જ વરસાદ પડયો છે. અને 44 ટકા વરસાદની ઘટ છે. પાછલા નવ વર્ષની સરખામણીએ આ વર્ષે સૌથી ઓછો વરસાદ પડયો છે.

ચાલુ સાલ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું વહેલુ આગમન થવાના કારણે વર્ષ સોળઆની પણ સવાયું રહેશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ મેઘરાજાએ વહેલા આગમન બાદ મોઢુ ફેરવી લેતા હવે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પાક અને પાણીની ચિંતા ઉભી થવા પામી છે. સામાન્ય રીતે ઓગષ્ટ માસમાં રાજયમાં જળાશયો 50 ટકા જળાશયો છલકાય ગયા હોય છે. અથવા માતબર જળ જથ્થો સંગ્રહીત થયો છે. આ વર્ષે ઓગષ્ટના બીજા સપ્તાહમાં 61 ટકા જળાશયો ખાલી ખંમ છે. વરસાદના બે રાઉન્ડ પૂરા થઈ જવા છતા માત્ર 36.41 ટકા જ વરસાદ પડયો છે.

સૌરાષ્ટ્રમાં 33.64 ટકા જ વરસાદ પડયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 25.55 ટકા, રાજકોટ જિલ્લામાં 35.30 ટકા, મોરબી જિલ્લામાં 37.25 ટકા, જામનગર જિલ્લામાં 34.09 ટકા, દેવભૂમી દ્વારકા જિલ્લામાં 39.06 ટકા, પોરબંદર જિલ્લામાં 31.72 ટકા, જૂનાગઢ જિલ્લામાં 34.14 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 29.99 ટકા, અમરેલી જિલ્લામાં 34.28 ટકા, ભાવનગર જિલ્લામાં 34.48 ટકાઅને બોટાદ જિલ્લામાં 43.50 ટકા વરસાદ પડયો છે. કચ્છ રીજીયનમાં 31.74 ટકા વરસાદ ઉતર ગુજરાત રિજીયનમાં 31.19 ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં 34.68 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 40.16 ટકા વરસાદ પડયો છે.

ગત વર્ષ રાજયમાં ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં સરેરાશ 78 મીમી વરસાદ પડયો હતો જેની સામે આ વર્ષ માત્ર 6 મીમી વરસાદ પડયો છે. 2019માં 186 મીમી વરસાદ વરસ્યો હતો. ગત વર્ષ આ સમયગાળામાં રાજયમા 51.63 ટકા જેટલો વરસાદ વરસી ગયો હતો જેની સામે આ વર્ષ માત્ર 36.41 ટકા વરસાદ પડતા 15 ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. સરેરાશ જોવામાં આવે તો રાજયમાં હાલ 44 ટકા જેટલી વરસાદની ઘટ છે. પાછલા નવ વર્ષમાં આ વર્ષ સૌથી ઓછો વરસાદ વરસ્યો છે.

રાજયમાં વરસાદના બે રાઉન્ડ પૂરા થઈ જવા પામ્યા છે. છતા હજી સુધી જળાશયોમાં માતબર પાણીની આવક થવા પામી નથી. કુવામાં પણ પાણી ચડયા ન હોવાના કારણે હાલ મુરજાતી મોલ,તને બચાવવી ખેડુત માટે મોટો પડકાર બની જવા પામી છે. જળાશયોમાં પીવા માટે અનામત રાખી શકાય તેટલો જથ્થો પણ ઉપલબ્ધ નથી આવામાં ખેતી માટે પાણી આપવાનો કોઈ પ્રશ્ર્ન જ ઉભો થતો નથી. હજી દશ દિવસ સુધી રાજયમાં સાર્વત્રીક વરસાદ પડે તેવી કોઈ જ સંભાવના નથી આવામાં ભર ચોમાસે રાજયમાં જળ કટોકટીની દહેશત ઉભી થવા પામી છે.

સૌરાષ્ટ્રમાં 80 તાલુકાઓ પૈકી માત્ર પાંચ તાલુકાઓમાં 50 ટકાથી વધુ વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ લોધિકા તાલુકામાં 61.43 ટકા વરસ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી જાણે ઉનાળો શરૂ થયો હોય તેવા આકરા તડકા પડી રહ્યા છે. જો મેઘરાજા વહેલી મહેર નહી કરે તો સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે.

સૌરાષ્ટ્રના નવ તાલુકાઓમાં 20%થી પણ ઓછો વરસાદ

સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં ચોમાસાની સિઝનનો 33.64 ટકા વરસાદ વરસ્યો છે. 11 જિલ્લાના 80 તાલુકાઓ પૈકી નવ તાલુકાઓ એવા છે જયાં હજી સુધી 20 ટકા પણ વરસાદ પડયો નથી. સૌરાષ્ટ્રમા દુષ્કાળનાં વાદળો ઘેરાવા લાગ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાની હાલત સૌથી વધુ ચિંતાજનક છે. જિલ્લામાં માત્ર 25.55 ટકા વરસાદ પડયો છે. જિલ્લાના દસાડા તાલુકામાં 17.66 ટકા, ધ્રાંગધ્રામાં 16.32 ટકા લીંબડીમાં 18.33 ટકા અને વઢવાણ તાલુકામાં

રાજયના બે તાલુકામાં બે ઈંચથી ઓછો, ચાર તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ

રાજયના 251 પૈકી બનાવકાંઠા જિલ્લાના બે તાલુકાઓ એવા છે જયાં અડધુ ચોમાસુ વિતી ગયું હોવા છતાં હજી સુધી પૂરો બે ઈંચ પણ વરસાદ પડયો નથી. જયારે માત્ર ચાર તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ પડયો છે. બનાસકાંઠા જિલ્લાના લખાણી તાલુકામાં 46 મીમી, અને થરાદમાં 47 મીમી વરસાદ પડયો છે. જયારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાનાં ખેરગામમાં 1078 મીમી, વલસાડ જિલ્લાના ધરમપૂરમાં 1018 મીમી, કપરાડામાં 1336 મીમી અને વાપીમાં 1023 મીમી વરસાદ પડયો છે. 25 તાલુકાઓમાં બેથી લઈ પાંચ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. જયારે 94 તાલુકાઓમાં પાંચથી દશ ઈંચ સુધી વરસાદ પડયો છે. 100 તાલુકાઓમાં 10થી લઈ 20 ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે.

18.89 ટકા વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 16.88 ટકા અને વીંછીયા તાલુકામાં માત્ર 12.19 ટકા જ વરસાદ પડયો છે. જામનગર શહેરમાં 18 ટકા ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં 16.26 ટકા ઉના તાલુકામાં 18.11 ટકા વરસાદ પડયો છે. સૌરાષ્ટ્રના પાંચ તાલુકા એવા છે. જયાં 50 ટકા કે તેથી વધુ વરસાદ પડયો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં 50.24 ટકા, લોધિકા તાલુકામાં 61.43 ટકા, રાજકોટમાં 54 ટકા, જામનગરનાં કાલાવાડમાં 58.20 ટકા, અને ભાવનગર જિલ્લાનાં ભાવનગર તાલુકામાં 56.64 ટકા વરસાદ પડયો છે.

એક સપ્તાહમાં મેઘરાજા નહી રીઝે તો ઉભો પાક બળી જવાની ભીતિ

સિંચાઈથી પાક બચાવી શકાય તેટલુ પાણી કુવામાં નથી

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. જો એક સપ્તાહમાં સંતોષકારક વરસાદ નહીં પડે તો ખેડુતોમાં ઉભા પાક બળી જવાની ભીતિ ઉભી થવા પામી છે. તાઉતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રભરમાં સારો વરસાદ વરસી જતા ખેડુતોએ વહેલી વાવણી કરી દીધી હતી. ચોમાસાના વહેલા આગમનના કારણે આ વાવણી પર કાચુ સોનું વરસ્યુ હતુ. પરંતુ પાછળથી વરસાદ ખેંચાય જવાના કારણે હવે વાવણી નિષ્ફળ

ભર ચોમાસે રાજય સરકારે પીવાના પાણીનું આયોજન કરવું પડે તેવી સ્થિતિ

નર્મદાના નીર પર નિર્ભર રાજકોટ સહિતના શહેરોને વધુ પાણી આપવું પડશે

ચોમાસાની સિઝનમાં સામાન્ય રીતે અતિવૃષ્ટિની સમીક્ષા કરવા માટે બેઠકો યોજાતી હોય છે. પરંતુ આ વર્ષ સ્થિતિ કંઈક અલગ જ છે. ભર ચોમાસે રાજય સરકારે પીવાના પાણીનું આયોજન કરવું પડે તેવી નોબત આવી છે. રાજકોટ સહિતના શહેરો નર્મદાનાનીર પર નિર્ભર છે. એક દિવસ પણ નર્મદાનું પાણી ન મળે તો પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાય જવા પામે છે. શહેરની જળ જરૂરીયાત સંતોષતા સ્થાનીક જળાશયોમાં પાણીની આવક થવા પામી નથી.

અગાઉ વરસાદ ખેંચાતા મહાપાલિકાની માંગણીને ધ્યાનમાં રાખી રાજય સરકારે રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું નીર ઠાલવ્યું હતુ. જે માત્ર 31મી ઓગષ્ટ સુધીની વૈકલ્પિક વ્યવસ્થા હતી હવે ફરી મેઘરાજાના રૂષણા ચાલુ રહેતા જળ કટોકટી મોઢુ ફાડીની ઉભી છે.

વરસાદ ખેંચાવાના કારણે રાજય સરકાર પણ ચિંતામાં મૂકાઈ ગઈ છે. સ્થિતિ દિન-પ્રતિદિન વધુ કથળી રહી છે. આવામાં ભર ચોમાસે સરકારે પાણીમાટેના આયોજનો ગોઠવવા પડે તેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. આવતા વર્ષ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાણીનો પ્રશ્ર્ન વિરોધ પક્ષ માટે મુખ્ય મૂદો ન બની રહે તે બાબતનું ધ્યાન રાખી રાજય સરકાર દ્વારા અત્યારથી જ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જોકે રાજયની જીવાદોરી એવા સરદાર સરોવર ડેમમાં પણ પાણીની નોંધપાત્ર આવક થવા પામી નથી. જેના કારણે હવે નર્મદાના નીર પર નિર્ભર રાજકોટ સહિતના ગામોને નર્મદાનું પાણી વધુ માત્રામાં કેવી રીતે આપવું તે પણ સરકાર માટે પડકારરૂપ બની રહેશે.

જવાની ભીતિ પણ ઉભી થવા પામી છે. હાલ કપાસના પાકમાં ઈયળો અને મગફળીના પાકમાં સૂકારોનો ઉપદ્રવ વધ્યો છે. આવામાં જો આગામી એકાદ સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે તો પાક બળી જશે.

વરસાદના બે રાઉન્ડ પૂરા થવા છતા જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થવા પામી નથી. જેના કારણે કૂવામાં પાણી ચડયા નથી. અગાઉ જયારે વરસાદ ખેંચાતા ત્યારે ભૂસ્તરના જળના સહારે ખેડુતો પાકને બચાવી લેતા હતા. પરંતુ આ વર્ષ કુવામાં પાણી ન હોવાના કારણે પાકને બચાવવો મુશ્કેલ બની ગયો છે. હજી એકાદ સપ્તાહ પાકને કોઈ વાંધો આવે તેમ નથી. રક્ષાબંધનના તહેવાર પહેલા સારો વરસાદ નહી પડે તો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.