અમરેલી જિલામાં વરુણદેવની પધરામણી થતા જગતના તાત સહિત બધા લોકોના ચહેરાપર ખુશી વ્યાપી હતી.ઉનાળાની અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારીઉઠ્યા હતા.અમરેલી,રાજુલા,બગસરા,સહિત અન્ય વિસ્તારોમાં અડધાથી લઈ બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.અને વાતાવરણ શીતળ બનીગયું હતું.
અમરેલીમાં બપોરબાદ આકાશમાં વરસાદી વાદળોઘેરાયા હતા.અહી છેલ્લા કેટલાક સમયથી ગરમીનો પારો ખુબજ ઉચકાતો જોવા મળી રહ્યો હતો.અને ત્યાર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો.અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.ચોમાસાના આરંભે પ્રથમ વરસાદથી જગતના તાતમાં ખુશી વ્યાપી હતી.આ ઉપરાંત વીજપડી,ઘાડલા,ભમ્મર,ખડસલી,મેરિયાણા, તેમજ ધારીમાં બપોરબાદ ઝાપટું પડવાથી માર્ગો ભીના થઈગયા હતા.
આ સાથે ધીમે ધીમે ગુજરાતમાં ચોમાસું પગ પેસારો કરીરહ્યું છે.