અક્ષર પટેલ ૫ અને મોહમદ શામી ૪.૮૦ કરોડમાં કરારબદ્ધ
ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૨મી સીઝન માટે ખેલાડીઓની હરરાજી જયપુરમાં યોજાઈ હતી. આ ઓકશનમાં ૩૫૧ ખેલાડીઓના નામની બોલી લાગીહતી. જેમાં સૌરાષ્ટ્રનો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને ચેન્નઈનો સ્પીનર વરૂણ ચક્રવર્તી સૌથી મોટીરકમની બોલી મેળવતા તેને જેકપોટ લાગ્યો હતો.
આઈપીએલ ૨૦૧૯ માટે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી માત્ર ૨૦ લાખનીબેઝ પ્રાઈઝ ધરાવતા વ‚ણ ચક્રવર્તીની રૂ.૮.૪ કરોડે બોલી લાગતા તે સૌથીમોંઘો ખેલાડી બન્યો હતો. ત્યારબાદ સેમ ક્રુરેનની બોલી ૨ કરોડનાબેઝ પ્રાઈઝ છતાં રૂ.૭.૨ કરોડે બંધ રહી હતી.ટીમ રાજસ્થાન રોયલ્સ તરફથી ૧.૫ કરોડની બેઝ પ્રાઈઝધરાવતા જયદેવ ઉનડકટ રૂ.૮.૪ કરોડ સાથે ભારતનો બીજો મોંઘો ખેલાડી રહ્યો હતો. કોલકત્તા નાઈટ રાઈર્ડ્સ ટીમ તરફથી ૭૫ લાખનીબેઝ પ્રાઈઝ ધરાવતા ચાર્લોસ બ્રેથવૈથની બોલી ૫ કરોડે રહી હતી. આ કેટેગરીમાં ૧ કરોડની બેઝ પ્રાઈઝ ધરાવનાર ભારતીય ખેલાડી અક્ષર પટેલનો અનેમોહિત શર્માનો સમાવેશ થાય છે એ પણ ૫ કરોડની કોન્ટ્રાકટ કિંમતે રહ્યો હતો.
માત્ર ૫૦ લાખની બેઝ પ્રાઈઝ ધરાવનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરટીમ માટે સીમરોન હેટમાયરની બોલી રૂ.૪.૨ કરોડે રહી હતી. આ કેટેગરીમાં નિકોલસ પુરાન પણ રહ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ૧ કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતો યુવરાજ સિંહ માત્ર ૧ કરોડ સાથે જ રમશે તો માત્ર ૨૦ લાખની બેઝ પ્રાઈઝ ધરાવનાર અક્ષદીપનાથે યુવરાજની પણ સાઈટ કાપતા તેની બોલી ૩.૬ કરોડે રહી હતી.