2 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સવારે 10 કલાકથી ભાઈઓ-બહેનોની વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા અને કોટડાસાંગાણી કોલેજના યજમાન પદે તાજેતરમાં આંતર કાલેજ ભાઈઓ-બહેનોની યોગા સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં જુદી જુદી કોલેજના 100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને આ સ્પર્ધા જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામી હતી.
ટુર્નામેન્ટના અઘ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી તેમજ અતિથિ વિશેષ તરીકે મેયર ડો.પ્રદીપ ડવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડી સફળતાના શિખરો શર કરવા અભિનંદન પાઠવ્યા હતા.
મળતી માહિતી મુજબ ભાઈઓ બહેનોની યોગા સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 100થી વધુ ખેલાડીઓ વચ્ચે જંગ જામ્યો હતો અને અંતે રાજકોટની કણસાગરા મહિલા કોલેજની વિધાર્થીની પ્રથમ રહી હતી. જયારે કોટડા સાંગાણી કોલેજની વિધાર્થીની કાદમ્બરી ઉપાધ્યાય બીજા ક્રમે રહી હતી.
કાદમ્બરી અગાઉ આંતરરાષ્ટીય સ્પર્ધામાં યોગમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે. 2 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સવારે 10 કલાકથી ભાઈઓ-બહેનોની વેઇટ લિફ્ટિંગ અને પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાશે. જેમાં કુલપતિ ભીમાણી સહિત સિન્ડિકેટ સભ્યો હાજરી આપશે.