વિવિધ ‘ભાજીઓ’ પૈકીની પાલકની એકમાત્ર ભાજી છે જેનો ‘સલાડ’ તરીકે પણ ભોજનમાં ઉપયોગ થાય છે

અળવીના પાન, તાંદળજાની ભાજી, મેથીની ભાજી વગેરે પતાદાર ભાજીઓમાં ‘રેસા’નું પ્રમાણ હોય છે જે શરીરમાં કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ થાય છે અને શરીરને સાફ કરે છે

શરીરમાં કાર્બોહાઈડ્રેટસનું પ્રમાણ જાળવવા તથા તેની સફાઈ સુચારૂ રીતે થાય તે માટે પાંદડાવાળી ‘ભાજીઓ’નું વિશેષ મહત્વ છે. જેમાં ‘રેસા’ઓનું પ્રમાણ હોવાથી શરીરની સફાઈ કરે છે અને કબજીયાતની સમસ્યાથી પણ છુટકારો મળે છે. અળવીના પાન, તાંદળજાની ભાજી, મેથીની ભાજી વગેરે પાંદડા યુક્ત ભાજીઓ દ્વારા બનાવવામાં આવતી વિવિધ વાનગીઓ જેમ કે, રસપાત્રા, મેથીના મુઠીયા, મેથીના ગોટા તથા શાક વગેરે સ્વાદપ્રિય લોકોની પ્રથમ પસંદ છે. આ સિવાય વિવિધ ભાજીઓ પૈકીની એક એવી પાલકની એકમાત્ર ભાજી છે જેનો ‘સલાડ’ તરીકે પણ ભોજનમાં ઉપયોગ થાય છે.

ભોજનમાં ‘ભાજી’નો ઉપયોગ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ ગણાય છે. તેનાથી ચયાપચયની ક્રિયા પણ વ્યસ્થિત થાય છે. ‘ભાજીઓ’નો અન્ય એક ગુણ એ છે કે, તેનાથી આંખને ઠંડક મળે છે અને ત્વચા પણ નિખરે છે.

અળવીના પાંદડા: વિટામિન-એ અને કેલ્શિયમ માટે તેનું સેવન કરવામાં આવે છે. અળવીના પાંદડામાં વિટામિન-એ, ઇ, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટિઓક્સિડન્ટી ભરપૂર હોય છે. તેના પાંદડાનો ખાવામાં ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. તેનું શાક પણ બનાવવામાં આવે છે તો ક્યાંય તેમાં ચણાનો લોટ લગાડીને રાંધવામાં આવે છે.

તેના ભજીયા પણ બનાવવામાં આવે છે. માર્કેટમાં સરળતાી મળી જાય છે તેમ છતાં ઘણા લોકો અળવીના પાંદડા ઓછા ખાય છે.

તાંદળજાની ભાજી: આંખોને સવસ્થ રાખવાની સાથે વાળને સફેદ થતા અટકાવે છે. તાંદળજામાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ અને વિટામિન-એ, ખનીજ અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના મૂળ અને પાંદડાને ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંખોને સવસ્થ રાખવા માટે, લોહી વધારવા માટે, લોહીને સાફ કરવા, અકાળે સફેદ થતાં વાળી બચાવવાની સાથે માંસપેશીઓના નિર્માણ અને શરીરમાં ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. તાંદળજાની ભાજીના પકોડા, સૂપ, મિસ્સી રોટલી, ચટપટી તાંદળજો વગેરે વાનગીઓ બનાવી શકાય છે. તે ૧૨ મહિના સુધી માર્કેટમાં મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.