ડાયમંડ પછી નો બીજો કોઈ પ્રેમ હોય તો એ છે પગરખાં પ્રત્યે. ચંપલની દરેક નવી આવેલી ફેશનનો પોતાના વોર્ડરોબમાં સમાવેશ હોવો જ જોઈએનો જન્મસિદ્ધ અધિકાર મહિલાઓને હોય છે. આવો જોઈએ આવા જ કેટલાક લેટેસ્ટ અને ફેશનમાં ઈન રહેલા શૂઝ…
બેલેટ ફ્લેટ
આ ચંપલ જે લોકો હાઈ હિલ્સ કે હિલ્સ ન પહેરી શકે એવા લોકો માટે એકદમ કમ્ફર્ટેબલ છે. ફોર્મલ ઓફિસ અને કોર્પોરેટ લૂકમાં આ શૂઝ એકદમ ફિટ બેસે છે. સિમ્પલ પણ સ્ટાઈલિશ એવા આ શૂઝમાં વિવિધ કલર, પ્રિન્ટ્સ, પેટર્ન અને ડિઝાઈન્સ બજારમાં ઉપલબ્ધ છે.
સેન્ડલ્સ
કેઝ્યુઅલ અને સ્માર્ટ ઓફિસ લૂક માટે સેન્ડલ્સ એવરગ્રીન વિકલ્પ છે. સેન્ડલમાં પણ બજારમાં ઘણી બધી વરાયટી છે, જેમ કે ફ્લેટ સેન્ડલ, હિલવાળી સેન્ડલ, પ્લેટફોર્મ સેન્ડલ વગેરે વગેરે. સિમ્પલ બટ સોબર લૂકમાં માનનારી માનુની માટે સેન્ડલ એક બેસ્ટ ઓપ્શન પુરવાર શે એ ચોક્કસ.
હંટર બૂટ્સ
હંટર બૂટ્સ એટલે બીજા શબ્દોમાં કહીએ તો ગમબૂટ જ. થોડા નવા સુધારા-વધારા સો અને વિવિધ રંગમાં ઉપલબ્ધ આ હંટર બૂટ રબરના બનેલા હોય છે. કમ્ફર્ટેબલ સોલ ધરાવતા આ શૂઝ ઘૂંટણ સુધીની લંબાઈ ધરાવતા સ્કર્ટ અને શોર્ટ્સ સો પહેરી શકાય છે. ક્લાસિક લૂક ધરાવતા આ હંટર બૂટ ૧૮૫૬ સુધી તો લગભગ એક જ રંગના આવતા હતા, પરંતુ આજે આ વિવિધ રંગ અને ડિઝાઈન્સમાં ઉપલબ્ધ છે.
સ્લિંગબેક્સ
સ્લિંગબેક્સ એટલે આંગળીઓ પાસેી બંધ એવા પણ હિલવાળા શૂઝ. ફોર્મલ ઓફિસમાં પહેરી શકાય એવા શૂઝ ચામડાના હોય છે. સ્લિંગબેક્સાં પણ બે પ્રકારના ચંપલ હોય છે, એકમાં પાછળી એન્કલ પાસેી એડજસ્ટ કરી શકાય એવો બેલ્ટ હોય છે, જ્યારે બીજામાં આ બેલ્ટ ની હોતો.
ચક્સ ટેલર ટુ ફોલ્ડ
આમ જોઈએ તો સામાન્ય બૂટ જેવા જ બૂટ, પરંતુ કોલેજિયન્સમાં ખાસ લોકપ્રિય છે આ ટુ ઈન વન નોર્મલ કેન્વાસના બૂટ. આ બૂટ જોવામાં એકદમ બોલ્ડ લાગે છે. ડબલ કલરવાળા આ બૂટ કોલેજિયનમાં એકદમ હોટ ફેવરિટ છે. જો તમને એક જ રંગ જોઈતો હોય તો ફ્લિપને ફોલ્ડ કર્યા વગર જ પહેરો. જો તમે ડ્યુઅલ ટોનવાળા શૂઝ પહેરવાના મૂડમાં હોવ તો ફ્લિપને ફોલ્ડ કરી લો. આ શૂઝને કારણે તમને દર થોડા દિવસે ચેન્જ પણ મળી રહેશે.