જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાથી ઉદ્યોગકારો સ્વરોજગાર ઉભો કરી શકશે
હસ્તકલા કુટીર ઉદ્યોગ અને શિક્ષીત બેરોજગારોને સ્વરોજગારી આપવા સરકાર પ્રયત્નશિલ
દેશનાં ઉદ્યોગોને ફરી પાટાપર ચડાવવા અને તેઓને આર્થિક રીતે વધૂ મજબુત કરવા માટે સરકાર દ્વારા ઘણી વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેમાં લઘૂ અને મધ્યમ ઉદ્યોગોને બેઠા કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે, કયાંકને કયાંક મોટા ઉદ્યોગોની કરોડરજજૂ સમાન લઘૂ અને મધ્યમ ઉદ્યોગોને માનવામાં આવે છે. લઘૂ અને મધ્યમ ઉદ્યોગોમાટે સરકારે ઘણી યોજના જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને કુટીર ઉદ્યોગ મારફતે આપવામાં આવી રહી છે. હાલ દેશની અર્થવ્યવસ્થાને વધૂ મજબૂત બનાવવા અને સુદ્દઢ કરવા માટે બજારમાં તરલતા લાવી અત્યંત જરૂરી છે. ત્યારે ઉદ્યોગની સ્થાપના કરવા દેશનાં નવયુવાનો થનગની રહ્યા છે.
સરકાર પણ યુવાધનને પ્રોત્સાહીત કરી સ્વાલંબી બનાવવા માટે અનેકવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓએ અમલી બનાવી છે. ત્યારે આ તકે, રાજકોટ જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને રાજકોટ કુટીર ઉદ્યોગની વાત કરીશું. ત્યારે હાલ સરકાર દ્વારા નાનો ઉદ્યોગ સ્થાપવા માટે જયોતિગ્રામોદ્યોગ વિકાસ યોજના અને દતોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હાલ ચાલૂ છે. સરકાર દ્વારા હાલ વાજપાઈ બેંકેબલ યોજનાને સ્થગીત કરવામાં આવી છે.
નાના ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને સ્થાપીત કરવા સરકારે જે સહાય આપે છે, તેની હજુ જાગૃતતા કેળવાણી ન હોઈ તેવું લાગી રહ્યું છે. પરંતુ ખરા અર્થમાં કુટીર ઉદ્યોગ દ્વારા જે સહાય આપવામાં આવી છે તે વિકાસલક્ષી છે.
દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનામાં ‘આર્ટીઝન’ તરીકે નોંધાયેલા કારીગરોને સરકાર ૧ લાખ રૂપીયા સુધીની લોન આપે છે
ગુજરાત રાજયનાં હાથશાળ અને હસ્તકલાના કુટિર ઉદ્યોગનાં કારીગરોને ધંધાનાં વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાંકીય મૂડીની જરૂરીયાત પડતી હોય છે. આ જરૂરીયાતોને પહોચી વળવા કારીગરોએ નાણાંકીય સંસ્થાઓ તથા ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્યાજદર ઉંચા હોવાથી વર્તમાન સમયમાં કુટીર ઉદ્યોગનાં કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે.
આ સંજોગોમાં ગુજરાત કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકનાં ઈન્ડેક્ષ્ટ સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ‘આર્ટીઝન’ તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબનાં નાણાં મળે તે માટે યોજના અમલમાં લાવવામાં આવેલી છે. જેમાં જે લોકો કારીગર વિકાસ કમિશ્નર હેન્ડલૂમ, વિકાસ કમિશ્નર હેન્ડીક્રાફટ તથા ઈન્ડેક્ષટ સી દ્વારા અપાયેલ આર્ટીઝન તરીકેનુ ઓળખપત્ર ધરાવતો હોવો જોઈએ આ યોજનામાં સરકાર લાભાર્થીને રૂા. ૧ લાખની મંહત્તમ મર્યાદામાં મશીનરી અથવા વર્કિંગ કેપીટલ માટે ધિરાણ મળી શકશે. આ યોજનામાં અન્ય એટલે જનરલ વર્ગમાં આવનારા પુરૂષોને ૨૦ ટકા માર્જીનની સહાય આપવામાં આવે છે, જયારે અનામત કેટેગરી જેમકે, અનુસુચિત જાતી, જનજાતી મહિલા કે ૪૦ ટકા કે તેથી વધુ અંધ કે અપંગને ૨૫ ટકા માર્જીન સહાય આપવામાં આવે છે.
આ યોજનામાં હેઠળ ૭ ટકાનાં દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે, જે સહાય દર ૬ મહિને બેંક તરફથી કલેઈમ મળ્યેથી લાભાર્થીનાં ખાતામાં જમા કરાવવાની રહેશે સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ સહાય મહત્તમ ૩ વર્ષ સુધી મળવાપાત્ર રહેશે.
જયોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ રૂપીયા ૧ લાખથી ૨૫ લાખ રૂપીયાની લોન સહાય આપવામાં આવે છે
શિક્ષીત બેરોજગારોને સ્વરોજગારી આપવા વાજપાઈ બેંકેબલ યોજના અન્વયે રૂા. ૫ લાખ સુધીનાં ધિરાણા પર સબસીડી ચૂકવવામાં આવે છે. ગ્રામીણ વસ્તીમાં આવક અને ઉદ્યોગ સાહસિકતાનું સ્તર ઉંચુ આવે અને ગ્રામીણ બેરોજગાર યુવાનો માટે રોજગારનાં વધુને વધુ માર્ગો નિર્માણ પામે તે માટે વ્યકિતગત કારીગરો, ઉદ્યોગ સાહસીકો, સ્વસહાય જૂથોને રૂા.૧ થી ૨૫ લાખ સુધીની પરિયોજના શરૂ કરી શકે તે માટે જયોતિગ્રામ વિકાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનામાં પાત્રતા અંગે વાત કરવામાં આવે તો, દર એક લાખનાં રોકાણ પર એક રોજગારીનું નિર્માણ થવું જોઈએ તે અંગે તાકીદ કરવામાં આવી છે. બીજી તરફ જે કોઈ વ્યકિત કે સહાય જૂથ કે વીજળીનાં ઉપયોગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં ગ્રામોદ્યોગ ચલાવવા માંગતા હોઈ તેઓ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનામાં જાણવા જેવી વાત એ છે કે, રૂપીયા ૧૦ લાખ સુધીનાં પ્રોજેકટ ખર્ચ કરવામાં આવ્યો હોઈ, તો માર્જીન મનીનાં ૨૫ ટકા સહાય સબસીડી ‘અન્ય’ એટલે જનરલ કેટેગરીને આપવામાંઆવે છે. જયારે ૩૦ ટકા સબસીડી અનામત વર્ગને આપવામાં આવે છે. સરકારે અનામત કેટેગરીમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, મહિલાઓ ૪૦ ટકાથી વધુ શારીરીક રીતે વિકલાંગ વ્યકિતઓ તથા માજી સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માંસ, નશાકારક ચીજ વસ્તુઓ, મત્સ્યપાલન, ડુકકર, ઉછેર કેન્દ્રને કાયદા દ્વારા પ્રતિબંધીત કોઈ પણ પરિયવોજનામાં લાભ આપવામાં નહી આવે.