ભારત સરકારનુ એક ઐતિહાસિક કદમ
અબતક, રાજકોટ
આઝાદીના 7પ વરસના ઈતિહાસમાં દેશના વિવિધરાજયોમાં પોતાની પશુ ઓલાદો સાથે વિચરતું જીવન જીવતા આશરે પ કરોડ થી પણ વધુ પિરવારો દેશની વિકાસની યોજનાઓથી અલિપ્ત હતા. દેશની કૃષી અને પશુપાલન વિકાસની તમામ યોજનાઓ ફક્ત ખેડુતો અને સ્થાયિ પશુપાલન કરતા લોકોને લાભ મળતો હતો, પરંતુ વિચરતું જીવન જીવતા માલધારીઓ માટે કોઈ પણ યોજના બનાવવામાં આવી ન હતી કે કોઈ પણ યોજનામાં પાસ્ટોરાલીસ્ટ (માલધારી) નામનો કોઈ ઉલેખજ કરવામાં આવતો ન હતો. પરંતુ હવે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્સયપાલન મંત્રાલય દ્વારા દેશના પ કરોડ વિચરતા માલધારી પરીવારોને કૃષિ પશુપાલનની વિવિધ યોજનાઓ લાગુ કરવા માટે એક ખાસ આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને માલધારીઓ માટે વિશેષ યોજનાઓ લાગુ કરવામાં આવી છે.
દેશના માલધારીઓ સાથે કામ કરતી વિવિધ સંસ્થાઓ, નેટવક” જેવાકે લાઈફ નેટવક”રેઈનફેડ લાઈવસ્ટોક નેટવક” આર.આર.એ નેટવક” સાથે સાથે કચ્છની સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સંસ્થા દ્વારા છેલા 19 વરસથી કેન્દ્ર સરકાર સાથે સતત વાટાઘાટો, પરામશ” અને હિમાયતના અંતે છેવટે ભારત સરકાર દ્વારા આ ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર સાથે સંવાદ અને વાર્તાલાપ કરવા માટે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ, પશુપાલન મંત્રાલય સાથે સંકલન માટે સતત સહયોગ આપ્યો હતો. જેથી દેશના પ કરોડ માલધારી પરીવારોને હવે જે લાભ મળશે તેમાં કચ્છનું પણ અગત્યનું યોગદાન ગણી શકાય.
23 ઓગષ્ટ ર0રર નારોજ ભારત સરકારના મત્સયપાલન, ડેરી અને પશુપાલન મંત્રાલય દ્વારા આ અંગેનો ખાસ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ દેશની પ્રવર્તમાન પશુપાલન યોજનાઓ માં ધૂમંતુ માલધારીઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
જે નેશનલ લાઈવસ્ટોક મિશન યોજનામાં સમગ્ર દેશમાં જયાં જયાં ઘૂમંતુ માલધારીઓ છે, ત્યાં માલધારીઓ કે તેમના બ્રિડર્સ એસોસીએશન, સહકારી મંડળીઓ વગેરેને તેમની ક્ષ્મતા વર્ષન, તાલીમ, એક્સપોઝર માટે કેન્દ્ર સરકાર દ્વારા પૂણ” નાણાકીય સહયોગ કરવામાં આવશે. ઘૂમંતુ માલધારીઓના પશુઓને હવે વિમા યોજના હેઠળ સાંકળી લેવામાં આવ્યા છે.
જેમાં કેન્દ્ર સરકાર,રાજય સરકારના સહયોગથી પશુઓનો વિમો લઈ શકાશે, જેમાં માલધારીનો ફાળો પણ હશે. પશુઓના ઘાસચારા, પશુ આહાર માટે ખાસ ઈનોવેટીવ કાર્યક્રમો શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના 100 ટકા નાણાકીય સહયોગ આપવામાં આવશે. નેશનલ લાઈવ સ્ટોક મિશન હેઠળ કેન્દ્ર સરકારના પ0 ટકા નાણાકીય થી ઘેંટા બકરા, મરઘા જેવા પશુઓ માટે પશુ સંવર્ધન કેન્દ્ર સ્થાપવા નાણાકીય સહયોગ આપવામાં આવશે.