લાઇફ સ્કીલ એજયુકેશનમાં અપાઇ છે નૈતિક મુલ્યોની સમજ
રાજકોટના જાણીતા જીનીયસ ગ્રુપની જીતીયસ ઇગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલના નાનીવયથી જ વિઘાર્થીઓને શિક્ષણ ઉપરાંત તેમના ઘડતરમાં તેઓના કૌશલ્યનો વિકાસ ઉપરાંત નૈતિક મુલ્યોની સમજ, સામાજીક ઉતરદાયિત્વના કાર્યો પ્રત્યે જાગૃતતા જેવી બાબતો લાઇફ સ્કીલ એજયુકેશન પ્રોગ્રામ દ્વારા આપવામાં આવે છે.
જીનીયસ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલમાં પ્લે હાઉસ થીગ્રેડ ૦૮ સુધી અભ્યાસ કરતા વિઘાર્થીઓને નૈતિક મૂલ્યો આધારીત પુસ્તકો દ્વારા સદાચાર મુકત જીવન જીવવા અંગેની વાર્તાઓ, સત્યધટના અને જીવન ચરિત્ર પર આધારીત બોધ કથાઓ અને કાવ્યો દ્વારા વિઘાર્થીઓને સરળતાથી મનમાં ઉતરી જાય તેવી પઘ્ધતિથી સમજ આપવામાં આવે છે.
આથી જ જીનીયસ ઇગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્ુકલમાં અભ્યાસક્રમમાં નૈતિક મૂલ્યો આધારીત અભ્યાસક્રમના પાઠય પુસ્તકો સમાવવામાં આવ્યા છે. જેમાં શિસ્ત, આત્મનિર્ભરતા બહાદુરી પ્રકૃતિની જાળવણી સંસ્કૃતિનું આદાન-પ્રદાન વાર્તાઓ ઘટનાઓ અને કૃતિઓ કે જે વિઘાર્થીઓને સરળતાથી સમજાય જાય તેવી રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત લાઇફ સ્કીલ એજયુકેશન અંતર્ગત વિઘાર્થીઓને તેમની વય મુજબ સામાજ ઉપયોગી પ્રવૃતિઓમાં પણ જોડવામાં આવે છે. જેમાં વૃક્ષારોપણ માછલીઓને ખોરાક આપવો, ચિત્રનગરીના કાર્યમાં ભાગ લેવો અને જરુરીયાત મંદ વ્યકિતઓને ભોજન અને જીવન જરુરીયાત,નો સામાન પુરો પાડવા જેવી પ્રવૃતિઓ વિઘાર્થીઓને સાથે રાખીને કરવામાં આવે છે.
જીનીયર ગ્રુપ ચેરમેન ડી.વી. મહેતા અને સી.ઇ.ઓ. ડીમ્પલ મહેતાના માર્ગદર્શન હેઠળ જીનીયસ ઇગ્લીશ મીડીયમ સ્કુલ અને જય ઇન્ટરનેશનલ સ્કુલના શિક્ષકો દ્વારા વિઘાર્થીઓને ખરા અર્થમાં લાઇફ સ્કીલ એજયુકેશન પુરુ પાડવામાં આવે છે. જે દેશને અને સમાજ માટે એક સારો વ્યકિત અને ઉમદા નાગરીક તૈયાર કરે છે.