વિદ્યાર્થીઓ અને સીએ સભ્યો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું
જામનગર સીએ બ્રાન્ચ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ડે નિમિતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભ્યો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતાં અને વિવિધ રમતો રમી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ તથા સીએ સભ્યો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ-સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સીએ-ડે નિમિતે ફલેગ હોસ્ટિંગ, સાઇકલોથોન, મહિલા સશકિતકરણ સેમિનાર તથા વિદ્યાર્થીઓ તથા મેમ્બરોની રમત-ગમતી હરીફાઇ
યોજાઇ હતી.
જેમાં કેરમ, ચેર્સ, ઇસ્ટો, નવકાકરી, ટેબલ ટેનિસ, બેડમિંટન, રશાખેંચ, તરણ સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિવિધ હરીફાઇમાં સીએના ૫૦ સભ્યો તથા ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં જામનગર બ્રાન્ચની મેનેજીંગ કમિટીના ચેરમેન સીએ કૌશિક ગોસ્વામી, વાઇસ ચેરમેન સીએ અમિત મહેતા, સેક્રેટરી સીએ સંજીવ બુધ્ધ, ખજાનચી સીએ શ્રધ્ધા મહેતા, કમિટિ મેમ્બર સીએ ભાવિક ધોળકીયા, સીએ શિલા દતાણી અન જામનગર બ્રાન્ચના ભૂતપૂર્વ ચેરમેનો તથા જામનગરના સીએ તથા સીએના વિદ્યાર્થઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમ કૌશિક ગોસ્વામી દ્વારા જણાવાયું છે.