રાજકોટ ખાતે ભગવાન ભુવન વાડીમાં જૈન સોશિયલ મહિલા ક્રિએટીવ ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રુપના ચેરમેન બિંદુ મહેતાએ જણાવ્યું કે, જૈન સોશિયલ મહિલા ક્રિએટીવ ગ્રુપનું આજથી ૧૦ વર્ષ પહેલા ૨૦૦૪માં સ્થાપના કરેલ હતી અને સાથે ૧૦ વર્ષથી આજસુધી અવનવી પ્રવૃતિઓ દર મહિને કરવામાં આવે છે. દર મહિને અલગ સીઝનલ પ્રમાણે વિવિધ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ જેમ કે કુકીંગ કોમ્પીટીશન, સાડી સ્પર્ધા, ડેકોરેશન ૨૬મી જાન્યુઆરી હોય તો વેલકમ કરતા હોય અને ઝંડાની સ્પર્ધા જેવી અવનવી સ્પર્ધાનું આયોજન કરીએ છીએ.
આ મંડળ જૈન લોકો માટે જ મંડળ છે એટલે દરેક બહેનો ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એક જ છે કે રાજકોટની બધી જ બહેનો વધુમાં વધુ પ્રવૃતિઓમાં ભાગ લે અને ગ્રુપનો મેમ્બર અને જૈનની બહેનો કેમ આગળ આવે. આ માર્ચ મહિનાનો ત્રીજો કાર્યક્રમ છે. આજરોજના કાર્યક્રમમાં બોલીવુડ ગેમ રાખેલ છે જેમ કે હમરા બોલીવુડની એક સુંદર અભિનેત્રી શ્રીદેવી વિદાય લીધીને યાદ કરીને આજે શ્રીદેવીના જેટલી ફિલ્મ અત્યાર સુધી આવી ગઈ હોય એ બધી બહેનોને ફિલ્મના નામ લખવાની ગેમ છે સાથે હાઉઝીની ગેમ રાખેલ હતી સાથે ડીનર પણ રાખેલ હતું.