૨૦મીથી દસ દિવસ મેરા ટેલેન્ટ મેરી પહેચાન કાર્યક્રમ: નાટય, કરાઓકે ગીત, ડાન્સ ફ્રિએસ્ટા, વિશિષ્ટ ટેલેન્ટ અને ક્વિઝ સહિતના આયોજનો
રાજકોટ શહેર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ૫૨ વર્ષથી અવિરતપણે શિક્ષણ વિકાસ માટે ભગીરથ પુરુષાર્થ દ્વારા ગૌરવભરી પ્રતિષ્ઠા હાંસલ કરનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટનાં આદ્ય સ્થાપક ‘ગુરુ’ લાભુભાઈ ત્રિવેદીની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે ૨૦ થી ૩૦ ડિસેમ્બર દરમ્યાન શ્રધ્ધાંજલી અર્પણ કરતા મેરા ટેલેન્ટ મેરી પહેચાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગત આપવા પ્રજ્ઞેશ કુબાવત, રાજુભાઈ વ્યાસ, હસીતભાઈ મહેતા, રંજન પોપટ, ભારતીબેન નથવાણી, તૃપ્તીબેન જોષી અને રાજેશભાઈ રાવલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સંસ્થાના આદ્ય સ્થાપક ‘ગુરુ’ લાભુભાઈ ત્રિવેદીની ૨૫મી પુણ્યતિથિ નિમિત્તે લાભુભાઈ ત્રિવેદીને અતિ પ્રિય એવા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સંસ્થા સંચાલિત શાળા-કોલેજના આચાર્યો દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓ માટે બાલભવન ખાતે “મેરા ટેલેન્ટ મેરી પહેચાન કાર્યક્રમનું આયોજન કરેલ છે.
“મેરા ટેલેન્ટ મેરી પહેચાન કાર્યક્રમ અંતર્ગત ૨૦મીથી દસ દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં ૨૦મીએ ૨૧મીએ કરાઓકે ટ્રેક ફિલ્મી ગીત સ્પર્ધા, ૨૨મીએ ડાન્સ ફિએસ્ટા (વર્સેટાઈલ સોલો), ૨૩મીએ વિશિષ્ટ ટેલેન્ટ તેમજ તા.૨૯ અને ૩૦એ ક્વિઝ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.
આ સાથે સંસ્થા દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી લાભુભાઈ ત્રિવેદીની પુણ્યતિથિ નિમિત્તે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાજકોટ ઓપન ક્વિઝ, ક્રિકેટ ટૂર્નામેન્ટ, રક્તદાન શિબિર, થેલેસેમિયા ટેસ્ટ, મેડિકલ કેમ્પ, રાજકોટની વિવિધ સેવાકીય સંસ્થાઓમાં ભોજન તથા આર્થિક સહાય વગેરે જેવા અનેક કાર્યક્રમો કરતી આવી છે અને આ વર્ષે પણ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુ‚ની ૨૯ જેટલી સંસ્થાઓ હાલ કાર્યરત છે. જેમાં ૧૫ હજાર વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર થઈ રહ્યું છે. ૨૦મીથી દસ દિવસ સુધી યોજાનાર આ કાર્યક્રમોમાં ૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.