પુરૂષોત્તમ સહસ્ત્ર મહાયજ્ઞનું પણ આયોજન
પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયની અધ્યક્ષતામાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા-માંજલપુર ખાતે અધિક માસના ઉપલક્ષમાં ઠાકોરજીના વિવિધ મનોરથો તેમજ દેશ-વિદેશના લોકો માટે પ્રત્યેક્ષ સંકુલમાં તેમજ ઘરેબેઠા ઓનલાઈન પુરુષોત્તમ સહસ્ત્ર નામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય જાતે બિરાજશે. માસીક તેમજ દૈનિક મુખ્ય મનોરથીના કુંડ પૂજ્યની આજુબાજુ બનાવવામાં આવશે. મનોરથી પરિવારના ફક્ત બે સભ્યો જ લાભ શકશે. સામૂહિક યજ્ઞમાં એક કુંડ પર ૨૧ યજમાનને લાભ અપાશે. જેમાં એક દિવસની રાશી રૂા.૨૧૦૦ રહેશે. સ્વતંત્ર કુંડમાં ૩ યજમાનને લેવામાં આવશે. જેમાં ૨ બ્રાહ્મણો એક કુંડ પર યજ્ઞ કરશે.
અધિક માસમાં સર્વ વૈષ્ણવો ઓનલાઈન નીત્ય યજ્ઞનો અવસર સવારે ૪:૩૦ થી ૭:૩૦ કલાકે માણી શકશે. પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય દ્વારા નિત્ય બ્રહ્મ સંબંધ દિક્ષા આપવામાં આવશે. જે માટેના નામ નોંધાવવા વ્રજધામ કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. સમગ્ર અધિક માસ દરમિયાન સવારે ૮ થી સાંજે ૭ કલાક સુધી યમુનાષ્ટકના અખંડ પાઠ રાખવામાં આવેલ છે. સત્સંગ હોલ ખાતે દર એક-એક કલાકે ૨૦-૨૦ વૈશ્ર્ણવો દ્વારા સોશિયલ ડિસ્ટન્સીંગની વ્યવસ્થા હેઠળ પાઠ કરવામાં આવશે.
વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વલ્લભ ગૌશાળા વડોદરાથી ૨૧ કિ.મી.ના અંતરે પાદરા તાલુકાના ડભાસા મુકામે ૧૯૯૭થી કાર્યરત છે.
૧૫૦થી વધુ ગાયો અને વાછરડા ધરાવતી આ ગૌશાળાના માધ્યમથી ગાયોની સેવા, સંરક્ષણ અને સંવર્ધન કરવાનો સુભગ આશય ઉત્તમ પ્રકારે સાકાર થાય તે પ્રકારે વ્યવસ્થાપન કરાયું છે. આ ગૌશાળામાં જન સમાજનો સંપૂર્ણ સાથ સહકાર દાન સ્વરૂપે પ્રાપ્ત થાય તે માટે અપીલ કરવામાં આવી છે.