ફાર્મ સંસ્થાના નિષ્ણાતોએ ઓછા ખર્ચે સારા કપાસની ખેતી અને વધારે આવક મેળવવાના નુસખાઓ સુચવ્યા
આજે જયારે ખેડુત અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે સાચી સરળ અને ઓછા ખર્ચ વાળી ખેતી કેવી રીતે કરવી તેની જાણકારીની જરુર ખેડુતને ખુબ જ છે. ફાર્મ સંસ્થાના અમિતાભ સીધ, નાનાલાલ ચાંગેલા, સાગરભાઇ રિયાજભાઇ નરેશભાઇ અને ખેડુ મિત્રો દ્વારા ખેડુત સભાનું પડધરી તાલુકામાં આયોજન કરવામાં આવ્યું હતું. નાની ચાનોલ અને મોટી ચનોલનાલગભગ ર૦૦ જેટલા ખેડુતોને કપાસની ખેતી વિષે માહીતી આપવામાં આવી હતી. જેમાં નાની ચાનોલ ના સરપંચ દિનેશભાઇ અને મોટી ચનોલના સરપંચ રેવતુભાએ પણ હાજરી આપી હતી. અને ખેડુતના વિકાસ માટે તેમનો રસ દર્શાવ્યો અને ખેડુતોના આ કાર્યક્રમને રાજકોટ એપીએમસી દ્વારા પણ સાથ અને સહકાર મળતાં રહ્યો છે.
અમિતાભ સીધ જે દેશ વિદેશની કપાસની ખેતીના જાણકાર છે તેમણે ખેડુતોને જણાવ્યું હતું કે ઘણા દેશો એવા છે કે જેમની પાસે જમીન અને પાણી બન્ને આપણાં કરતા ઓછા છે છતાંપણ આપણા કરતાં વધારે કપાસનું ઉત્પાદન કરે છે તો આપણે પણ નવી પઘ્ધતિથી ખેતી કરી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે તેવી ખેતી કરવાની તાતી જરુર છે. આજે કપાસ એ આંતરરાષ્ટ્રીય કોમોડીટી બની ગયું છે ત્યારે આપણે પણ બીજા દેશોની જેમ કપાસના ઉત્૫ાદન તેની ગુણવતા પર ઘ્યાન આપવાની જરુર છે. આજે જયારે પાણીના તળ ખૂબ ઉંડા થઇ ગયા છે. જમીન કઠણ થવા લાગી છે. પહેલા કરતાં જીવાતનાં હુમલા અને દવાના ઉપયોગ વઘ્યા છે.
જરુર કરતાં વધારે ખાતરનો ઉપયોગ આ બધાને લીધે આજે ખેતીનો ખર્ચ પહેલા કરતાં વધારે થઇ ગયો છે. આ તમામ પ્રશ્ર્નો ગુજરાતનાં જ નહિ પણ દેશ અને વિશ્ર્વના તમામ ખેડુતોના છે. આ પ્રશ્ર્નોને દુર કરવા અને ખેતીને ઓછી ખર્ચાળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે બીસીઆઇ બેટર કોટન ઇનિશિએટિવ કાર્યક્રમ ઘણા દેશોમાં ચાલે છે. જેના દ્વારા ખેડુ મિત્ર ઘરે ઘરે ને ગામે ગામે ફરીને ખેડુતોને ખેતીની જાણકારી આપે છે. આ કાર્યક્રમ અંતર્ગત જમીનની જાળવણી, પાણીનો બચાવ, દવા ખાતરના ઉપયોગ રુની વધુ ગુણવતાની સાથે સાથે સમાજના જરુરીયાત વાળા લોકોના વિકાસ પર પણ ઘ્યાન આપવામાં આવે છે. જેની વિગતો ચર્ચા અમિતાભ સીધે કરી હતી.