ટર્મ લોનમાં કેપીટલ અને વ્યાજ સહાય, ગુણવતા સહાય, માર્કેટ ડેવલપમેન્ટ સહાય, સ્ટાર્ટ અપ અને ઇનોવેશન સહિતની સહાયો આપી રહી છે સરકાર

અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર દ્વારા અનેક વિધ પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોઇ છે. આ તકે લધુ અને મઘ્યમ ઉઘોગોને વેગવંતુ બનાવવા માટે સરકારે અનેક વિધ ‘પ્રોત્સાહક’યોજનાઓને અમલી બનાવી છે. ઉઘોગો દેશનાં અર્થતંત્રની કરોડરજજુ સમાન છે. વૈશ્ર્વિક મહામારી પહેલા પણ લધુ અને મઘ્યમ ઉઘોગોની સ્થિતિ ઘ્યનીય જોવા મળતી હતી. બીજી તરફ બજારમાં તરલતાના અભાવે પણ ઉઘોગોએ જે પ્રગતિ કરી હોવી જોઇએ તે થઇ શકી નથી. એવી જ રીતે ઘણા ઉઘોગ સાહસીકો પોતાનો ઉઘોગ સ્થાપવા માટે એમ.એસ.એમ.ઇ.માં નોંધણી કરાવતા હોઇ છે. પરંતુ પ્રશ્ર્નએ છે કે, સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે, તેને કેવી રીતે એકત્રીત કરી શકાઇ, સાથો સાથ તેનો મહત્વ લાભ કેવી રીતે ઉઘોગપતિઓ લઇ શકે તે જણાવું પણ એટલું જ જરૂરી છે.

હાલ ઉઘોગોને વેગવંતુ બનાવવા માટે સરકારની સહાઇનો લાભ લેવા ઇચ્છુક ૮૫૧ યુનિટો માટે સરકારે  ૪૩ કરોડ રૂપિયાની સહાઇ કરી છે. આ સહાઇ માત્રને માત્ર રાજકોટના જ ૮૫૧ યુનીટો માટેની છે. બીજી તરફ રાજય સરકારે આત્મનિર્ભર પેકેજ અન્વયે ૧૩૬૯ કરોડ રૂપિયા ની સહાઇ આપી છે. લધુ અને મઘ્યમ ઉઘોગોની સહાઇ અંગે વાત કરવામાં આવે તો ટર્મ લોનનાં કેપીટલ અને વ્યાજ સહાઇ, ગુણવતા સહાઇ, માર્કેટ ડેવલોપમેનટ સહાઇ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સહિતની સહાઇઓ આપી રહી છે સરકાર એમ.એસ.એમ.ઇ. યુનિટને ચાલુ કરવા માટે અત્યંત જટીલ પ્રક્રિયાનો સામનો ઉઘોગપતિઓ દ્વારા કરવામાં આવતો હતો, પરંતુ ઉદયમ હેઠળ સરકારે એમ.એસ.એમ.ઇ. ની નોંધણી પ્રક્રિયા પણ સરળ કરી દીધી છ. બીજી તરફ અન્ય જરૂરીયાત મુજબનાં દરસ્તવેજો માટે ઉઘોગ- સાહસિકોએ સેલ્ફ ડેકલેરેશન કરી જમા કરાવવા પડશે., હાલ આ અંગે ઉઘોગ સાહસીકોને જાળ થતાંની સાથે જ નોંધણી પ્રક્રિયામાં પણ અનેક ગણો  વધારો જોવા મળશે.

2 1

સરકાર દ્વારા એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રને વિકસીત કરવા માટે અનેક વિધ યોજનાઓને અમલી બનાવી છે. જેની જાણ મહત્તમ ઉઘોગકારોને નથી તો ચાલો જાણીએ સરકાર દ્વારા નિરધારત કરવામાં આવેલ આ વિવિધ પ્રોત્સાહન આપતી યોજનાઓ વિશે

ટર્મ લોન માટે એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રને અપાતી કેપીટલ સહાય અને વ્યાજ સહાય અંગેની જરૂરી માહિતી

જે ઉઘોગપતિ એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રે  પોતાનો પગ દંડો જમાવવા ઇચ્છુક હોય તેવા ઉઘોગકારો દ્વારા ટર્મ લોન પર કેપીટલ સહાઇ આપવાનું સરકારે નિર્ધાર કર્યો છે. જે મુજબ પ૦ લાખ સુધીની મશીનરી જો કોર્પોરેશન વિસ્તારમાં હોય તો ૧પ ટકા ની સહાય સરકાર આપશે. અને કોર્પોરેશન સિવાયના વિસ્તારોમાં ર૦ ટકા સહાય સરકાર દ્વારા કરાશે. તેવી જોગવાઇ કરવામાં આવી છે. એવી જ રીતે પ૦ લાખથી ર કરોડ સુધીની મશીનરી માટે સરકાર દ્વારા ૧ર ટકા સહાય કોર્પોરેશન વિસ્તાર અને ૧૭ ટકા સહાય કોર્પોરેશન સિવાયના વિસ્તારમાં કરવામાં આવશે. ટર્મ લોન હેઠળ આવતી ર કરોડથી ૧૦ કરોડ સુધીની મશીનરી માટે સરકાર કોર્પોરેશન વિસ્તારમાં ૧૦ ટકા અને કોર્પોરેશન સિવાયના વિસ્તારમાં ૧પ ટકા સહાય આપવામાં  આવશે. તેવી જ રીતે ટર્મ લોનમાં વ્યાજ સહાય માટે સરકાર કોર્પોરેશન વિસ્તારમાં આવેલા ઉઘોગો માટે પ ટકા અને કોર્પોરેશન સિવાયના વિસ્તારો માટે ૭ ટકાની જોગવાઇ કરવામાં આવી છે.

એમ.એસ.એમ.ઇ. ક્ષેત્રમાં ગુણવત્તા સહાય માટે સરકારની વિશેષ જાહેરાત

એમ.એસ.એમ.ઇ. ઉઘોગ શરૂ કરવા માટે ઉઘોગકારોએ જરૂરીયાત મુજબના પુરાવાઓ અને ગુણવતાના સર્ટિફીકેટ લેવા પડતા હોય છે. તેમાં આઇ.એસ.ઓ. સર્ટિફીકેટ લેનાર ઉઘોગને સર્ટિફીકેટ લુેનાર ઉઘોગને સર્ટિફીકેટ ફી ઉપરાંત ક્ધસન્ટલસી ફ્રી ના પ૦ ટકા અને રૂપિયા પ૦ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. જયારે આઇ.એસ.આઇ. અથવા હોલ માર્ક કે રાષ્ટ્રીય કે આંતર રાષ્ટ્રીય સર્ટિફીકેટ મેળવવા માટે સરકાર સર્ટિફીકેટ ફીના પ૦ ટકા જયારે પ લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે. બીજી તરફ ટેસ્ટીંગ  ઇકવીકમેન્ટના પ૦ ટકા અને કુલ ૧૦ લાખની મર્યાદામાં ફરજીયાત પ્રમાણપત્ર હોય તે કિસ્સામાં સહાય મળવા પાત્ર રહેશે. બીજી બાજુ પ૦ ટકા સુધીની મશીનરી માટે ૬૫ ટકા ના કુલ ખર્ચના મહત્તમ એક લાખ રૂપિયાની સહાય સરકાર ઉઘોગ સાહસીકો માટે કરી શકે છે. જેમાં પ૦ લાખથી ર કરોડ સુધીના મશીનરી  માટે ૬૦ ટકા કુલ ખર્ચના એક લાખ રૂપિયાની સહાય કરશે અને ર કરોડ થી ૧૦ કરોડ સુધીની મશીનરી માટે સરકારના પ૦ ટકાથી કુલ ખર્ચના મહત્તમ ૧ લાખ સુધીની સહાય કરાશે.

MSME

માર્કેટ ડેવલપમેન્ટ માટે સરકારની વિકાસલક્ષી યોજના

એમ.એસ.એમ.ઇ. ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉઘોગ સાહસીકો માટે આ સહાય ઉપયોગી છે. જેમાં ઉત્પાદન કરતાં એમ.એસ.એમ.ઇ. એકમોને આ સહાય યોજના દરમિયાન પાંચ વખત લાભ મળવા પાત્ર થશે. આ સહાય માટે સરકારે અનેક વિધ સ્કીમો પણ બનાવી છે જેમાં કોઇપણ એસોશિએશન સાથે ઓછામાં ઓછા પાંચ એકમ એકઝીબીશનમાં સાથે ઓછામાં ઓછા પાંચ એકમ એકઝીબીશનમાં ભાગ લે તો સ્ટેટ લેવલ એકઝીબીશનમાં ૬૦ ટકા ખર્ચમાં સરકાર સહાયરૂપ સાબીત થશે.  નેશનલ રાષ્ટ્રીયસ્તર પર ઉઘોગકારો જે એકઝીબીશનમાં ભાગ લે તેના ૬૦ ટકાની કુલ ખર્ચ માટેની સરકાર સહાય કરશે તેવી જ રીતે આંતરરાષ્ટ્રીય ફલક પર એકઝીબીશન કરનાર માટે સરકાર ૬૦ ટકા કુલ ખર્ચ માટે મદદરૂપ થશે.

એમ.એસ.એમ.ઇ. ઉઘોગ સાથે જે ઉઘોગકારો જોડાયા છે. અને તેઓ ગુજરાત રાજય બહાર તથા વિદેશ ટ્રેડ ફેરમાં ભાગ લે તો તેઓને ડીસ્પલે મટીરીયલ અને સ્ટોલ રેટના ૬૦ ટકા કુલ ખર્ચની સહાય આપવામાં આવે છે. જયારે સરકાર દ્વારા એકઝીબીશન અને ટ્રેડફેરનું આયોજન કરનારને ૬૦ ટકા ઇલેકટ્રીક પાવર વપરાશના સહાય અપાય છે.

3 1

ટેકનોલોજી એકિઝબીશન માટે આપાતી સહાય

આ સહાય હેઠળ ચોકકસ પ્રકારની ટેકનોલોજીને માન્ય ઈન્સ્ટીટયુટ એ માન્ય રાખેલ હોય તેવા પ્રોજેકટો માટે અનેકવિધ મળવા પાત્ર લાભ ઉદ્યોગસાહસીકોને મળી શકે છે. જેમાં ૫૦ લાખ સુધીના પ્લાન્ટ અને મશીનરીમાં મૂડી રોકાણ ધરાવતા ખર્ચના ૬૫ ટકા અથવા ૫૦ લાખ બેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવા પાત્ર રહેશે.

જયારે બીજી તરફ ૫૦ લાખથી વધુ અને ૨ કરોડ સુધીના પ્લાન્ટ અને મશીનરીમાં મુડી રોકાણ ધરાવતા એકમોને ખર્ચના ૬૦ ટકા અથવા ૫૦ લાખ જે રકમ ઓછી હોય તે રકમ સહાય તરીકે મળવા પાત્ર છે. જયારે ૨ કરોડથી વધુ રૂપીયા ૧૦ કરોડ સુધીના પ્લાન્ટ અને મશીનરીમાં મૂડી રોકાણ ધરાવતા પ્લાન્ટને ૫૦ ટકા અથવા ૫૦ લા જે રકમ ઓછી હોય તે રકમ સહાય પાત્ર મળશે. આ સહાયનો લાભ મેળવવા માટે એમએલએમઈના કમિશ્નર પાસેથી પ્રોજેકટ મંજૂરી કરાવવી પડશે.

ઉર્જા અને પાણી વપરાશની બચત માટે અપાતી સહાય

આ સહાયનો લાભ એ યુનિટોને મળી શકશે કે જે માન્ય સંસ્થા તથા માન્ય ક્ધસલ્ટન્ટ દ્વારા એનર્જીવોટર ઓડીટ કરાવવામાં આવે તો ઓડીટ ખર્ચના ૭૫ ટકા અથવા ૫૦ હજાર બેમાંથી જેક્મ ઓછી હોય તે મળવા પાત્ર રહેશે. અથવા ઓડિટ ઓથોરીટી દ્વારા ભલામણ કરવામાં આવેલા સાધનોને વિકસાવવામાં આવે તો તે ખર્ચના ૨૫ ટકા અથવા રૂ.૨૦ખ બેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ સહાય મળવા પાત્ર રહેશે.

સ્ટાર્ટઅપ, ઇનોવેશન માટે એમ.એસ.એમ.ઇ. ઉઘોગકારોને અપાતી સહાય

એમ.એસ.એમ.ઇ.  ક્ષેત્રમાં જે કંપનીઓ આગળ આવી રહી છે અને જે સ્ટાર્ટ અપનો પણ વિચાર કરે છે તેવા એકવ્યકિતને પ્રતિમાસ ૧૦ હજાર રૂપિયા એક વર્ષ માટે આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેને સલગ્ન સરકાર પાંચ લાખ રૂપિયાની સગવડ ઉપલબ્ધ કરવા માટે અપાય છે. મશીનરી અને રો-મટીરીયલ પેટે ૧૦ લાખ રૂપિયા માર્કેટીંગ તથા પલ્બીસીટી માટે એક વખત ૧૦ લાખની સહાય સરકાર મારફતે કરવામાં આવી રહી છે.

ગારમેન્ટ તથા એપરલ ઇન્ડસ્ટ્રીને સહાય

આ પ્રકારના ઉઘોગો ચલાવતા ઉઘોગકારોને વ્યાજસહાયમાં કુલ માન્ય અસ્કયામત પર જે ટર્મ લોન મળેલી હોય તેમની સામે   પ ટકા જે રૂ. ૭.૫ કરોડની રકમ હોય તો તેમને સહાય આપવામાં આવે છે. જયારે બીજી તરફ સ્કીલ ડેવલોપમેન્ટ પેટે તાલીમ સંસ્થા માટે ફીકસ એસેટ સામે ૮૫ ટકા પ્રોજેકટ કેસમાં સહાય આપવામાં આવે છે. જયારે બીજી તરફ રૂપિયા ૧૦ કરોડની મર્યાદામાં ૫૦ ટકા જેટલી સહાય ગારમેન્ટ પાર્કના સહાય માટે સરકાર તરફથી આપવામાં આવે છે.

સરકાર દ્વારા પ્લાસ્ટીક ઉઘોગ માટે અપાતી સહાય

પ્લાસ્ટીક ઉઘોગ સાથે જોડાયેલા ઉઘોગ એકમોને આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે જેમાં વ્યાજ સહાયમાં મહત્તમ ૭ ટકા સ્ટેટ જીએસટી માટે નેટ વેઇટ પેઇન્ડેના ૮૦ ટકા અને માન્ય સ્થાયી અસ્કયામતના ૭૫ ટકાની સહાય સરકાર દ્વારા કરવામાં આવી છે. આ યોજનાનો લાભ એલ.એલ. ડીપીઇ, ટીબીસી, નાઇલોન, પોલીસ્ટર, પોલીકાર્બોનેટ, નાઇલોન-૬ અને નાઇનોલ-૬૬ માટે આ યોજના અને સરકારની આ સહાય વાત આપતી રહેશે.

1 1

પેટર્ન રજીસ્ટ્રેશન માટે અપાતી સહાય

પેટર્ન મેળવવા માટે એમએસએમઈ ઉદ્યોગકાર માટે માન્ય ખર્ચના ૭૫ ટકા અથવા રૂ.૨૫ લાખ બેમાંથી જે રકમ ઓછી હોય તે રકમ સહાય માટે મળવા પાત્ર રહેશે.

પર્યાવરણ ઓડિટ કરાવવા માટે સહાય

જે એમએસએમઈ ઉદ્યોગ પર્યાવરણ ઓડિટ કરાવે અને ઓડિટ ખર્ચના ૭૫ ટકા અથવાતો ૫૦ હજાર બેમાંથી જે રકમ ઓછી હોય તે મળવા પાત્ર રહેશે.

મિનિ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સ્થાપવા માટે પ્રાઈવેટ ડેવલોપરને અપાતી સહાય

જે ઉદ્યોગ સાહસીક મીની ઈન્ડસ્ટ્રીય એસ્ટેટ સ્થાપવા જે પ્રાઈવેટ ડેવલોપર થકી ખર્ચ કરે તો તે માન્ય ખર્ચના ૫૦ ટકા રકમ મળવા પાત્ર છે.

રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે અપાતી સહાય

એમએસએમઈ યુનિટો કે જે રિસર્ચ અને ડેવલોપમેન્ટ પાછળ પ્રોજેકટ કોસ્ટ મુજબ ૫૦ ટકા અથવા ૫૦ લાખ રૂપીયા બેમાંથી જે રકમ ઓછી હોય તે મળવા પાત્ર રહેશે. અને આરએનડી કરતા ઉદ્યોગકારોને પ્રોત્સાહીત કરાશે.

સર્વિસ લાઈન અને પાવર કનેકશન ચાર્જમાં સહાય

આ સહાયનો લાભ લેનાર ઉદ્યોગપતિઓ માટે જીઆઈડીસી અથવાતો માન્યતા પ્રાપ્ત ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બહારનાં એકમો સહાય પાત્ર રહેશે આ યોજના અંતર્ગત એમએનએમઈ ને નવું વિજ કનેકશન મેળવવા પાવર બોર્ડમાં વધારો તેમજ સ્ક્રીટ કરવા માટે પાવર ડીસ્ટ્રીબ્યુશન કંપનીને અપાયેલા ખર્ચ માન્ય ગણાશે.

રાજકોટના ૮૫૧ યુનિટોને રાજય સરકારે ૪૩ કરોડ રૂપિયાની સહાય કરી

એમએસએમઈ ઉદ્યોગમાં કેપીટલ અને વ્યાજ સહાય મેળવવા ઈચ્છુક રાજકોટનાં ૮૫૧ ઉદ્યોગકારોને કુલ ૪૩ કરોડ રૂપીયાની સહાય કરવામાં આવી છે.જેમાં કુલ વ્યાજ સહાય ૨૧.૯૪ કરોડ જયારે કુલ કેપીટલ સહાય ૨૧.૩૧ કરોડની સહાય કરાઈ છે. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ગુજરાત રાજયએ કુલ એમએસએમઈ ઉદ્યોગકારોને ૧૩૬૯ કરોડ રૂપીયા સહાય કરી છે.

અનુસુચિત જાતિ અને જનજાતિના ઉદ્યોગ સાહસિકો માટે બાબાસાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના

બાબા સાહેબ આંબેડકર ઉદય યોજના હેઠળ આવતા અનુ. જાતી તેમજ જન જાતીનાં ઉદ્યોગ સાહસીકો કે જેઓ એસએમએસીના એકમો નવા બનાવી રહ્યા હોય, વિસ્તૃતીકરણ, વૈવિધ્યકરણ, આધુનીકરણ ટેકનોલોજીના અપગ્રેડેનેશન કરતાં એકમોને સહાયનો લાભ મળવા પાત્ર રહેશે.

અનુસુચિત જાતી તેમજ અનુ. જનજાતીના ઔદ્યોગીક સાહસીકો કે જેઓ ટર્ક લોન લઈ રહ્યા હોય તેમને કેપીટલ સહાય અપાશે જેમાં ૫૦ લાખ સુધીની મશીનરી લેનાર તેમજ કોર્પોરેશન ક્ષેત્રમાં ૨૦ ટકા અને કોર્પોરેશન સિવાયના વિસ્તારોમાં ૨૫ ટકાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. બીજી તરફ ૫૦ લાખથી ૨ કરોડની મશીનરી માટે કોર્પોરેશન વિસ્તારમાં ૧૫ ટકા અને કોર્પોરેશન સિવાયના વિસ્તારો માટે ૨૦ ટકા સહાય આપવાની નિરધાર સરકારે કર્યો છે. તદઉપરાંત જે ઉદ્યોગકારો ૨ કરોડ થી ૧૦ કરોડ સુધીની મશીનરી ખરીદી હોય તો કોર્પોરેશન વિસ્તારમાં ૧૦ ટકા અને કોર્પોરેશન સિવાયના વિસ્તારમાં ૧૫ ટકા સહાય કરવામાં આવશે..

એવીજ રીતે ટર્મ લોન માટે કોર્પોરેશન વિસ્તારમાં ૬ ટકા અને કોર્પોરેશન સિવાયના વિસ્તારમાં ૮ ટકાની સહાય આપવાની વાત કરી છે.

લેબર ઈન્સેન્ટીવ માટે અપાતી સહાય

લેબર ઈન્સેન્ટીવનો લાભ લેવા ઈચ્છુક એમએનએમઈ ક્ષેત્રે જોડાયેલા ઉદ્યોગકારો માટે ગારમેન્ટ એપેરલ ઈન્ડસ્ટ્રીમાં ૩૦૦ વ્યકિતઓ એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ માટે ૧૦૦ વ્યકિતઓ એસેમ્બલીંગ સાથે જોડાયેલા ૧૦૦ વ્યકિતઓને રોજગારી પુરી પાડી શકે તેવા જ યુનિટોને આ સહાયનો લભા મળવા પાત્ર છે. પુરૂષ કામદારો ને ૧૨૦૦ અને મહિલા કામદારોને ૧૫૦૦નો લાભ આપવાનો નિરધાર કર્યો છે.

સરકાર દ્વારા એમએસએમઈ ક્ષેત્ર માટે અપાતા એવોર્ડસની સહાય

લઘુ અને મધ્યમ ઉદ્યોગોની કક્ષામાં દરેકમાં રૂપીયા ૨ લાખનો એવોર્ડ ટ્રોફી પ્રસંસની પત્ર એજ કિસ્સામાં આપવામાં આવશે. જેણે ઉત્પાદન અને નફામાં વૃધ્ધિ કરી હતી પર્યાવરણ અને ગુણવતા માટે પગલા લીધા હોય તથા ટેકનોલોજીનું ઈનોવેશન કરી ને વિકસાવ્યા હોયઆ સાય હેઠળ શ્રેષ્ઠ એમએસએમઈ એકમ પૈકી સ્ત્રી અથવા યુવા અથવા એસ.સી. અથવા તો એસટી ઉદ્યોગ સાહસીકો રૂપીયા ૨ લાખનો એવોર્ડ ટ્રોફી અને પ્રસસ્તી પત્ર આપવામાં આવી શકે છે. જયારે એમએસએઆઈ એમ દરેક કક્ષામાં એકલાખનો એવોર્ડ ટ્રોફી તથા પ્રસસ્તી પત્ર એનાયત કરાશે. સરકારે લઘુ અને મધ્યમ ઉદ્યોગો સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને નિકાસ કરી તેમના ઉદ્યોગને ચલાવે છે.તે સર્વે માટે એકલાખનો એવોર્ડ ટ્રોફી તેમજ પ્રસસ્તીપત્રની સહાય કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.