કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેના માટે ‘ટીમ ગુજરાત’ હરહંમેશ પ્રયત્નશીલ

WhatsApp Image 2023 08 18 at 3.36.16 PM

ભારત તેમજ ગુજરાતનાં છેવાડાના લોકો સુધી તમામ સુવિધાઓ મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે તે માટે પણ વડાપ્રધાન દ્વારા અનેક યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે. તેવા સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા અંકલેશ્વરમાં કેન્સરના દર્દીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવવા માટે શરૂઆત કરાઇ છે.

અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓ માટેની હોસ્ટેલનું ખાતમુહૂર્ત, કેન્સરના દર્દીઓ માટે પોષક રક્ષણ કીટનો શુભારંભ અને PET CT મશીનનું લોકાર્પણ કર્યું.

WhatsApp Image 2023 08 18 at 3.36.41 PM

આ પ્રસંગે, હોસ્પિટલની કામગીરીમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન કર્યું અને સમાજ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને સરકાર તરફથી પૂરો સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આત્મા ગામનો, સુવિધા શહેરોની”ના અભિગમ સાથે છેવાડાના વિસ્તારોના વિકાસ પર ભાર મૂક્યો છે. આ માટે શરૂ કરવામાં આવેલ દરેક કલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્યજનને મળે તે માટે હું અને મારી ટીમ સતત કર્તવ્યરત છીએ.

મુખ્યમંત્રીએ ‘તમે નિરોગી, અમે સહયોગી’ના ભાવ સાથે કેન્સરના દર્દીઓની સુવિધા માટેની આ પહેલને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, વિવિધ સંસ્થાઓ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિને સરકાર તરફથી પ્રોત્સાહન મળે ત્યારે જ વડાપ્રધાનએ આપેલ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ સૂત્ર સાચા અર્થમાં સાર્થક થતું હોય છે. ગુજરાતની જનઆરોગ્ય સેવાઓ અને યોજનાઓની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેના માટે ‘ટીમ ગુજરાત’ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.