મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા. ૨૪ ફેબ્રૂઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે તેમની અધ્યક્ષતામાં અનેકવિધ કાર્યકર્મો યોજાનાર છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સવારે ૦૯ કલાકે રેસકોર્સ ખાતે યોજાનાર જીનિયસ ગૃપ ઓફ ઈન્સ્ટીટ્યુશન દ્વારા આયોજિત “ડિફેન્સ યુથ ફિએસ્ટા – ૨૦૧૯” માં હાજરી આપશે. ડિફેન્સ યુથ ફિએસ્ટાની થીમ “નો યોર ડિફેન્સ ફોર્સ” રાખવામાં આવી છે.
જે અંતર્ગત ભારતીય સેનાની ત્રણેય પાંખો કેવી રીતે કામ કરે છે તે અંગે વિવિધ પ્રોજેક્ટસ દ્વારા બાળકોને સૈન્ય પ્રત્યે આકર્ષીત કરવામાં આવશે. આ યુથ ફિએસ્ટા તા. ૨૭ ફેબ્રૂઆરી સુધી ચાલુ રહેશે આ ચાર દિવસ દરમ્યાન અનેક વર્કશોપ,ટ્રેનિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વાઘા બોર્ડર પરેડ રેપ્લીકા, નડાબેટ પ્રદર્શન, મશાલ માર્ચ, સૈન્યના વિવિધ શસ્ત્રોનું પ્રદર્શન લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રી “પરાક્રમ રેલી”ને ફ્લેગ ઓફ કરશે.
ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી બપોરે ૧૧-૦૦ કલાકે આત્મીય યુનિવર્સિટી ખાતે બિલ્ડીંગ લોકાર્પણના કાર્યકર્મમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતમાં સૈનિક કલ્યાણ નિધિ- ચેક અર્પણ કરવામાંઆવશે.મુખ્યમંત્રીશ્રી બપોરે ૦૩-૩૦ કલાકે રૈયા ચોકડીએ નવનિર્મિત ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે.ત્યાર બાદ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આયોજિત વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપશે.
જેમાં પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના અંતર્ગત (AFP) ૬૧૬નું લોકાર્પણ, સ્માર્ટ સીટી નોન-મોટરાઇઝડ ટ્રાન્સપોર્ટનો શુભારંભ, સ્માર્ટ સીટી લેઇક ૨અને ૩ નું લોકાર્પણ, સોલીડ વેસ્ટ વિભાગની ૧૦ ટીપરવાન,૧ લોડર વાહન,૪ કંટેનર અને ૧ સ્ટેટીક કોમ્પક્ટ મશીનનું લોકાર્પણ,રેનબસેરાનું લોકાર્પણ કરવામાં આવશે.
આ ઉપરાંત,ઇસ્ટઝોન ગોવિંદબાગ ખાતે લાયબ્રેરીનું ખાતમુહૂર્ત,અમૃત યોજના હેઠળ કરવામાં આવનાર કામોનું ખાતમુહૂર્ત,રૂડા દ્વારા રીંગ રોડનું ખાતમુહૂર્ત,રૂડા દ્વારા વિકાસકામોનું ખાતમુહૂર્ત,શહેર પોલીસનાં વિવિધ કામોનુ ખાતમુહૂર્ત,સિવીલ હોસ્પિટલના માતૃત્વ અને બાળ આરોગ્ય કેન્દ્રનું ખાત મુહૂર્ત કરવામાં આવશે. શિવધારા સોસાયટી ખાતે આવાસ યોજનાનાં લાભાર્થી સાથે મુખ્યમંત્રીશ્રી વાર્તાલાપ કરશે.