કેશોદ ડીવીઝન હેઠળના તમામ પીજીવીસીએલના કોન્ટ્રાકટરોએ સાથે મળીને ભાવ વધારા મુદે કચ્છ અને અંજાર સર્કલમાં ચાલતા કોન્ટ્રાકટ એસોસીએશનના ધરણા ઉપરાંત કામકાજ બંધના એલાનને કેશોદ ડીવીઝનના તમામ પીજીવીસીએલના તમામ કોન્ટ્રાકટરોને સંપૂર્ણ ટેકો જાહેર કરી આવેદનપત્ર આપી જણાવેલ કે છેલ્લા પાંચ વર્ષથી લેબર કામના ભાવમાં કોઈપણ જાતનો ભાવવધારો થયો નથી જેની સામે કોન્ટ્રાકટરોને ડીઝલમાં લેબર ચાર્જ અને ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ભાવ વધારો થયેલ છે જેની સામે કોન્ટ્રાકટરોને ખુબ જ આર્થિક નુકસાન થાય છે.

જો ભાવ વધારો ન થાય તો જેના અન્વયે કેશોદ તાલુકાના તમામ પીજીવીસીએલના કોન્ટ્રાકટરોએ ભાવ વધારાના મુદે કચ્છ અને અંજાર સર્કલ કોન્ટ્રેકટર એસોસીએશનને ટેકો જાહેર કરેલ છે અને તેની સાથે રહીને યોગ્ય સમયમાં નિર્ણય ન આવે તો દરેક પીજીવીસીએલના કોન્ટ્રાકટરો આજથી અચોકકસ મુદત સુધીની કેશોદ ડીવીઝનના લેબર કોન્ટ્રાકટર વ્હિકલ કોન્ટ્રાકટર ફેબરીકેશન કોન્ટ્રેકટર તથા ટીસી મીટર કેબલિંગ તેમજ પીજીવીસીએલને લગતા તમામ કોન્ટ્રાકટરો સંપૂર્ણ કામકાજ બંધ કરશે જેની નોંધ લેવા આવેદનપત્રમાં જણાવ્યું હતું અને આવેદનપત્રની નકલ અધિક્ષક ઈજનેર પોરબંદર, મેનેજીંગ ડિરેકટર પીજીવીસીએલ કચેરી રાજકોટ તથા ઉર્જા મંત્રી સૌરવ પટેલ ગાંધીનગરે નકલ રવાના કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.