વઢવાણના હવા મહેલને રોશનીથી શણગારવામાં આવ્યો: લોકગીતોનો ભવ્ય કાર્યક્રમ

વઢવાણ શહેરમાં નવા વર્ષને વધાવવા માટે પાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વઢવાણ હવા મહેલને રોશનથી શણગારવામાં આવ્યું હતું. તા.૩૧ ડિસેમ્બરે લોકગીતનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વઢવાણ નગરપાલિકા દ્વારા ૨૦૧૮ના વર્ષને વિદાય આપવા તેમજ ૨૦૧૯ના નવા વર્ષને આવકારવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના હવા મહેલ વિસ્તારને લાઈટ ડેકોરેશનથી તા.૩૧ ડિસેમ્બરથી તા.૩ સુધી હવા મહેલ, ધર્મ તળાવ, બગીચો, પુલ અને ટેકરીને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે. તા.૩૧ ડિસેમ્બરની રાત્રે તેજલબેન ઠાકોર દ્વારા હવા મહેલ સ્થળે લોકગીતો રજુ કરવામાં આવ્યું હતું.

આથી આ રોશની અને આ કાર્યક્રમને માણવા હજારો શહેરીજનો ઉમટી પડે છે. આ કાર્યક્રમમાં પ્રમુખ ખમ્માબા હરપાલસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ભોજરાજસિંહ જાડેજા, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન રસિકભાઈ એમ.લકુમ, સીઓ વી.વી.રાવળ, કારોબારી ચેરમેન રાયસંગભાઈ ડોડીયા સહિતની ટીમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.