રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્યપર્વની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં.૦૮માં હરીહર હોલ, હરિહર સોસાયટી, કાલાવડ રોડ, જલારામ પેટ્રોલપંપ પાછળ, રાજકોટ ખાતે બહેનોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે સાડી પરિધાન હરિફાઈ રેટ્રોથીમ, મહેંદી હરીફાઈ તથા ફરાળી વાનગી હરીફાઇનું તા.૧૪/૦૮/૨૦૧૯ બુધવારનાં રોજ આયોજન કરવામાં આવેલ છે.
આ વિવિધ હરીફાઇમાં માત્ર બહેનો જ ભાગ લઇ શકશે. જ્યારે સાડી પરિધાન હરીફાઈમાં ૧૭ થી ૨૫ વર્ષની ઉમરના બહેનો ભાગ લઇ શકશે. આ અંગેના ફોર્મ વોર્ડ ઓફીસ વોર્ડ નં.૮,સોજીત્રાનગર પાણીના ટાંકા સામે, વોર્ડ નં.૧૧, નાના માવા મલ્ટી એકટીવીટી સેન્ટર ખાતે પાણીના ટાંકા સામે,તથા અમીનમાર્ગ સિવિક સેન્ટર ખાતે તા.૧૩/૦૮/૨૦૧૯ ના રોજ ૧૦:૩૦ થી ૦૬:૦૦ કલાક સુધી મળી શકશે.આ વિવિધ હરીફાઈમાં પ્રથમ પાંચ વિજેતાને પુરસ્કાર તથા ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ વિવિધ હરીફાઈઓમાં બહોળી સંખ્યામાં બહેનો ભાગ લેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય તથા શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમીતીના ચેરમેન શ્રીમતિ રૂપાબેન શીલુ દ્વારા અનુંરોધ કરવામાં આવે છે.