સં.દાદરાનગર હવેલી ટુરિઝમ વિભાગ દ્વારા દમણગંગા નદી રિવરફ્રન્ટમાં ફિટનેસ વિકેન્ડ માટે ધ ફિટનેસ ચેલેન્જનું આયોજન કરાયું હતું. પ્રશાસન દ્વારા યુવાઓ અને સીનીયર સિટીઝનો તથા પ્રવાસીઓને ખાસ આકર્ષિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કલેકટર કનનન ગોપીનાથનનાં દિશા-નિર્દેશ અનુસાર તેમજ ટુરીઝમ વિભાગનાં ડેપ્યુટી ડાયરેકટર મોહિત મિશ્રાનાં માર્ગદર્શન હેઠળ ફિટનેસ ચેલેન્જનું આયોજન કર્યું છે. જેમાં વિવિધ કસરતોની પ્રતિયોગીતા રાખવામાં આવી હતી.
તેમજ સાંજે ટુરિઝમ વિભાગ અને બાલભવન દ્વારા નાના બાળકો માટે મોડલિંગ, પેચવર્ક અને કોફી પેન્ટીંગની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજા દિવસે વર્લી પેન્ટીંગ, વેસ્ટમાંથી બેસ્ટ અને કોફી પેન્ટીંગનું આયોજન કર્યું હતું. જેમાં શ્રેષ્ઠ કૃતિ બનાવનાર બાળકને સર્ટીફીકેટ અને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કવિ સંમેલનનું આયોજન કરાયું હતું.
દાનહ પર્યટન વિભાગ તરફથી દમણગંગા રિવરફ્રન્ટ પર કાવ્ય સંઘ્યા તેમજ રૈય ગીતનું આયોજન કર્યું હતું. જેમાં સિલવાસાના તમામ સ્થાનીય કવિગણ અને રૈપ ગાયકો આ કાવ્ય સંઘ્યામાં ભાગીદાર થયા હતા. બધાએ સ્વરચિત કાવ્ય ધારા પ્રવાહિત કરી અને કાવ્ય રસિક શ્રોતાઓનો તેમની કાવ્ય સુધાનું રસપાન કરાવતા આ કાવ્ય સંઘ્યાને યાદગાર બનાવી આ અવસર પર ઘણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.