વિશિષ્ટિ કલા ધરાવતી મહિલાઓને ઈનામ આપી પ્રોત્સાહન અપાયું
રાજકોટના વોર્ડ નં.૨માં શિવમપાર્ક ધર્મનગર ખાતે રાજકોટ મહાનગરપાલીકાના સંયોજનથી બહેનો માટે વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મહિલાઓની પ્રતિભા વિકસાવવા તેમને પ્રોત્સાહિત કરવા પ્રબળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય અને ઉદઘાટન ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ.હરિફાઈમાં ફરાળુ વાનગી, મહેંદી સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ અને મટુકી શણગાર તથા હિંડોળા શણગાર સ્પર્ધા બહેનોને જેમાં પ્રથમ, દ્વિતિય, ત્રિતિય ઈનામ આપી શ્રેષ્ઠ સ્પર્ધાત્મક મહિલાઓનું સન્માન કરાયું હતુ આ કાર્યક્રમમાં ફરાળી વાનગી સ્પર્ધામાં વધુ પ્રમાણમાં ભાગ લીધો હતો તો તેમને પ્રોત્સાહિત કરવા અતિથી ‚પે ડે. મેયર દર્શિતાબેન શાહે જણાવ્યું હતુ કે આજની મહિલાઓ આત્મવિશ્ર્વાસી છે અને વિવિધ ક્ષેત્રોમાં પણ સફળ છે.તેમનું આગળ આવવું ખૂબજ જ‚રી છે. અને સાથે મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન ‚પાણીએ જણાવ્યું હતુ કે આ પ્રકારની હરિફાઈઓનું આયોજન વારંવાર થવું જોઈએ અને મહિલાઓને તેમની કળા વિકસાવવા માટેનું માધ્યમ ઘડવું જોઈએ.