મહેંદી સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધા, વાનગી સ્પર્ધા વગેરેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ જોડાઇ: વિજેતા બહેનોને સુંદર ઇનામો આપી પ્રોત્સાહીત કરાઇ
અબતક સાથેની વાતચીતમાં મેયર બીનાબેન આચાર્ય એ જણાવ્યું કે વોર્ડ નં.૮ માં પંદરમી ઓગષ્ટ ખાતે સ્વાતંત્ર્ય દિન નીમીતે જયારે ઉજવણી થઇ રહી છે. ત્યારે દરેક કાર્યક્રમમાં વિવિધ હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેંદી સ્પર્ધા, સાડી સ્પર્ધા, વાનગી હરીફાઇ, આવી સ્પર્ધામાં ખુબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. રાજકોટ કોર્પોરેશન લગભગ કહેવાતું હોય કે રસ્તા, પાણી, ટેકસ એ બધુ કામ કરતું કોઇ પણ રાજકોટ કોર્પોરેશન પણ એક બહેનો માટે ખુબ જ કામ કરે છે. સખી મંડળોમાં પણ બહેનો ખીલી છે સાથે સખી મંડળનો મેળો પણ અમીન માર્ગ પર ભાગ લેનાર બધી જ બહેનોને પ્રોત્સાહીક ઇનામો આપી આ કાર્યક્રમને ખુબ જ સારો એવો ઉત્સાહીત કર્યો હતો. જેના વોર્ડ નં.૮ ની બધી જ બહેનોએ હોશે હોશે ભાગ લીધો હતો.
આ પ્રકારની સ્પર્ધાઓથી સ્ત્રીઓની કલા બહાર આવે છે: રૂપાબેન શીલુ
અબતક સાથેની વાતચીતમાં રુપાબેન શીલુએ જણાવ્યું કે રાજકોટ મહાનગર પાલિકા-૨૦૧૯ અંતર્ગત સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરુપે વોર્ડ નં.૮ ની અંદર મહીલા સશકિત કરણ ખરા અર્થમાં બને અને એની અંદરની જે કલા છે એ કલા ખરા અર્થમાં બહાર આવે દરેકની અંદર કંઇક ને કંઇક કલા હોય છે પરંતુ એ કલા માટે સ્પર્ધા યોજવામાં આવે ત્યારે જ એ બહાર આવે છે તો આ વિવિધતાની અંદર જે હરીફાઇમાં બહેનો એ ભાગ લીધો છે.
એની સામે સખી મહીલા ગ્રુપએ સુંદર મજાનું જે આયોજન કરેલું છે. તો માત્રને માત્ર મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઇ મોદી આ બન્નેનું સપનું હતું કે દરેક સ્ત્રી આર્થીક ઉપાર્જનઘરે બેઠા કરી શકે વ્યવસાય માં પોતાની કલા અને આવડતની આ મુખ્ય ઘ્યેય છે. અને આજનો ઉત્સવ અને ઉત્સાહ જોઇને આ આયોજન ઘણું સારું થયું છે.
વિજેતા બહેનોને ચાંદીની નખલી અને ઇનામો અપાયાં: મેયર બીનાબેન આચાર્ય
આ તકે અબતક સાથેની વાતચીતમાં મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકોટના હરીહર હોલ ખાતે મહાનગર પાણીલા વોર્ડ નં.૮ માં સ્વતંત્રતા પર્વ-૨૦૧૯ ની ઉજવણીના ભાગરુપે બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાડી સ્પર્ધા, વાનગી સ્પર્ધા, આરતી થાળી ડેકોરેશન જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું હતુ. આ કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિજેતા બહેનોને ચાંદીની નખલી સાથે ઇનામો પણ રાખવામાં આવ્યા હતા. અને ૧પમી ઓગષ્ટ નીમીતે સૌને હું શુભેચ્છા પાઠવું છું.
સાડી સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતાં ભાવનાબેન કલોલા
ભાવનાબેન કલોલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપ દ્વારા એક ખસા બહેનો માટે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં સાડી સ્પર્ધા કે જે વીસરાયેલી પરંપરા સાડી હવે કોઇને પહેરવી ગમતી નથી ત્યારે પરંપરાગત સાડી માટે મહાનગર પાલીકા દ્વારા સારુ આયોજન કરવામાં આવ્યું છે. મારો સ્૫ર્ધામાં પહેલો નંબર આવ્યો છે જેના માટે હું ખુબ જ ખુશ છું અને આભાર જયારે મહાનગરપાલિકા કે અટલી સારી તક મહીલાઓને આપી.
આવી સ્પર્ધાથી બહેનોને ઘણું બધું શીખવા મળે છે: મનાલી દોશી
મનાલી દોશી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સૂંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જે ખુબ જ સારુ આયોજન છે અને આવા પ્રોગ્રામ રાખવાથી બધી જ બહેનોને કંઇક શીખવા મળે છે. આજના જમાનામાં સાડી પહેરવી પસંદ નથી હોતી બહેનોને આજે એક સારી એવી તક મળી છે અને આ સાડી સ્પર્ધામાં મારો બીજો ક્રમ આવ્યો છે.