સાવરકુંડલાના જેસરરોડ પર આવેલ શ્રી દ્વારકાધીશજીની  હવેલી ખાતે વિવિધ હિંડોળાના દર્શન વૈષ્ણવો કરીને ધન્યતા અનુભવી હતી જેમાં લીલા મેવાના, સૂકામેવાના, નાગરવેલના પાનના, કમળના, ગુલાબના, ફુલવેલ સહિતના વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના દર્શનનો લ્હાવો વૈષ્ણવો મેળવી રહ્યા છે. પવિત્ર એકાદશી પુષ્ટિ માર્ગ માટે ઉત્તમ અને પવિત્ર દિવસ ગણવામાં આવે છે પવિત્ર એકાદશી એ ઠાકોરજી ને પવિત્ર ધરવામાં આવે છે અને બારસના દિવસે ગુરુદેવને ધરવામાં આવે છે મહાપ્રભુજી એ આ દિવસે પ્રથમ બ્રહ્મ સબંધ દામોદર દાસ હરસાનીને આપેલ આ દિવસ વૈષ્ણવો માટે નવું વર્ષ ગણવામાં આવે છે તેમ હવેલીના મુખ્યાજી ધનશ્યામ ભાઈ મહેતા એ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.