સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા અને નગવાડા ગામ તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે નોવેલ કોરોના વાયરસનો એક-એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગરના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.રાજેશ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. તે મુજબ જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા ગામના દલિતવાસના ૫ ઘરોની ૧૯ની વસ્તીના અને નગવાડા ગામના ઠાકોરવાસના ૭ ઘરોની ૧૮ની વસ્તીના વિસ્તારને તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે મેલડીમાના મંદીરની આસપાસના મેઈન રોડ વિસ્તારના ૪ ઘરોની ૧૧ની વસ્તીના સમગ્ર વિસ્તારને ક્ધટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે તથા આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પુરૂ પાડવામાં આવશે.
Trending
- \
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”
- ફાઈટર એરક્રાફ્ટની અછત દૂર કરશે હાઈ- લેવલ કમિટી!!
- 2024 ની ટેક વિદાય: ઉત્પાદનો,સેવાઓ જે આપશે વિદાય…
- અમદાવાદ : અસામાજિક તત્વોએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કરી ખંડિત , લોકોના ટોળેટોળા ઉમટ્યા
- નવેમ્બર માસમાં 6,000 ભારતીયો સરહદ પાર કરતા ઝડપાયા