રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘના ઉપક્રમે પ્રથમવાર ચાતુર્માસ પધારેલા બોટાદ સંપ્રદાયના અમીગુરુના આજ્ઞાનુવર્તી મધુરવકતા અણાબાઇ મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં જૈનાચાર્ય ધાસીલાલજી મ.સા. રચિત વર્ધમાન ભકતામર સ્ત્રોત્રના પર શ્ર્લોક, અર્થ, ભાવાર્થ યંત્ર સહિત સંકલન સભર પુસ્તક ભકિત ખીલે મુકિત દ્વાર નું વિમોચન પ્રમુખ ઇશ્ર્વરભાઇ દોશી, જયોતિબેન દોશી, હિતેશ બાટવીયા, કૌશિક વિરાણી, સતીશ બાટવીયા, કનક અજમેરા વગેરેના હસ્તે કરાયેલા, જયારે બોટાદ ગાદીના ગામે ગચ્છાધિપતિ શૈલેષમુનિ મ.સા, જયેશચંદ્રજી મ.સા. આદિ તથા અમદાવાદમાં બોટાદ વૈયાવચ્ચ કેન્દ્રમાં પૂ. ચાંદનીબાઇ મ.સ., ભારતીબાઇ મ.સ. ની નિશ્રામાં વિમોચન વિધી કરાયેલ, પ્રકાશનના મુખ્ય લાભાર્થી સમરતબેન પ્રભુલાલ મહેતા હ. જગદીશ અને રેણુ મહેતા (અમેરિકા) તથા સહયોગી દાતાની જ્ઞાનપ્રસાર ભાવનાને બિરદાવવામાં આવેલ.
પુસ્તક અને પ્રશ્ન પત્ર માત્ર રૂ. ૨૦ માં જૈન મોટા સંઘ ઓફીસ અને બાલિકા ગૃહ તેમજ બોટાદ અમદાવાદ, મુંબઇ ખાતેથી મળશે. વધુ વિગત માટે મો. નં. ૯૩૨૦૦૩૬૯૭૨ નો સંપર્ક કરવો.