મહાકવિ દલપતરામની યાદમાં વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા આઠ વર્ષથી કવિશ્ર્વર દલપતરામ એવોર્ડ એનાયત કરવામાં આવે છે તેનો ૯મો એવોર્ડ મુંબઇના કવિ પ્રફુલ્લ પંડયાને વઢવાણના સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રીએ દલપતરામની ર૦૦મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત કરી વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટે દલપત એવોર્ડની ગરીમા રાષ્ટ્રીય સ્તરે પહોચાડી હોવાનું ગૌરવ વ્યકત કર્યુ હતું.
વઢવાણના પનોતા પુત્ર અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના આઘ્યકવિશ્રી દલપતરામની પુણ્યતિથિમાં દર વર્ષે વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા ગુજરાતી ભાષાના લબ્ધ પ્રનિષ્ઠિત કવિને કવિશ્ર્વર દલપતરામ એવોર્ડથી સન્માનવામાં આવે છે.
આ સન્માનના ૯માં ચરણમાં મુંબઇના પ્રસિઘ્ધ કવિ પ્રફુલ્લ પંડયાને આપવાનો નિર્ણય કરાયો હતો. આથી વઢવાણ સી.યુ.શાહ મેડીકલ હોલ ખાતે રવિવારના રોજ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા ના હસ્તે એવોર્ડ અને ઝાલાવાડી પાઘડી પહેરાવી એવોર્ડ અને રૂ ૨૫ હજાર રોકડ આપવામાં આવી હતી.
આ પ્રસંગે રાજુભાઇ ગઢવી, ડો. એસ. એસ. રાહી, સુ.નગર નગર પાલિકાના પ્રમુખ વીપીનભાઇ ટોળીયા, પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ધનરાજભાઇ કૈલા, ડો. અશ્ર્વિન ગઢવી, સંસ્થાના પ્રમુખ વિનુભાઇ મહેતા, ઉપપ્રમુખ અમિતભાઇ કંસારા, ક્ધવીનર બનેસંગભા ગઢવી સહીતના સાહિત્યકાર , કવિ લખેક અને પત્રકારો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા આ પ્રસંગે દલપતરામની ર૦૦મી જન્મ જયંતિ નીમીતે દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.