દેશભરમાં લોકસભા ૨૦૧૯નો ચુંટણી જંગ ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે દેશની ઘડીની આશ્ચર્યજનક જાહેરાતમાં સપાએ વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સેનાના બરતરફ જવાન તેજ બહાદુરને મેદાનમાં ઉતારવાની જાહેરાત કરી હતી. તેજ બહાદુરે સેનામાં જવાનોને હલકી કક્ષાનો ખાવાનું પિસ્સાતુ હોવાનો વિડીયો વાયરલ કરી પોતાની
કારકીર્દી જોખમાં મુકી દીધી હતી.
સપાએ તેજ બહાદુરને મેદાનમાં ઉતારીને સપાએ માસ્ટર સ્ટોક ખેલીને મોદી સામે એક જુથ થવા વિવિધ પક્ષોને પોતાના ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી લેવાની ભલામણ કરી હતી. સપાએ એક પણ શબ્દ વધારે બોલ્યા વગર જણાવ્યું હતું કે અને એવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જે સૈનિક તરીકે પોતાની જાનના જોખમની પરવા કર્યા વગર દેશની સરહદોની સુરક્ષા કરે છે.
.તેજ બહાદુરે સૈનિકોને નબળુ જમવાનું અપાતુ હોવાના મુદ્દે ફરીયાદ કરવાની હિંમત કરતા તેને બરતરફ કરી દેવામાં આવ્યો અને તેને આવ પરિબળો સામે લડત આપવા ટેકો આપી રહ્યા છીએ તેમ પક્ષના પ્રવકતા ઉદય વિરસિંગે જણાવ્યું હતું. જો કે તેજ બહાદુરનો ઉમેદવારી પત્ર ભર્યા બાદ સપાએ ગયા અઠવાડીયે નરેન્દ્ર મોદી સામેના ઉમેદવાર તરીકે જાહેર કરેલો શાલીની યાદવે પણ ફોર્મ ભર્યુ હતું.
આ અંગે પુછતા સપાના વરિષ્ઠ નેતાએ સ્પષ્ટતા કરી હતી કે શાલિની યાદવ તેનો ઉમેદવારી પત્ર પાછુ ખેંચી લેશે પક્ષ પ્રમુખ અખિલેશ યાદવે તેજ બહાદુરને સપાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાનું નકકી કર્યુ છે. જો તેજ બહાદુરની ઉમેદવારી સામે કોઇ ટેકનીકલ અવરોધ ઉભા થાય તો સપા શાલીનીને ઉમેદવાર તરીકે ચાલુ રાખી શકે.