કેન્ટ સ્ટેશનથી 100 મીટર દૂર મંગળવારે સાંજે એક નિર્માણાધીન ફ્લાયઓવરનું બીમ પડી જવાથી 15થી વધુ લોકોના મોત થઇ ગયાં. આ મામલે ચીફ પ્રોજેક્ટ મેનેજર સહિત ચાર ઓફિસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બીમ આશરે 200 મીટર લાંબુ અને 100 ટન વજનનું હતું. તેની ઝપટમાં છ કાર, એક મિનિ બસ, એક ઓટોરિક્ષા, મોટરસાયકલ સહિત અનેક પગપાળા જઇ રહેલા યાત્રીઓ પણ આવી ગયા. અકસ્માતના સમયે વિસ્તારમાં ટ્રાફિકજામ હતો. પરિણામે ઘણી ગાડીઓ બીમની નીચે આવી ગઇ. આ ગાડીઓ સંપૂર્ણપણે દબાઇ ગઇ. પાંચ લોકો ઘાયલ થયા છે, જેમાંથી બેની હાલત નાજુક છે.
#Varanasi: Latest visuals from the spot where an under-construction flyover collapsed yesterday. 15 people have lost their lives in the incident pic.twitter.com/a7OHxrduP3
— ANI UP (@ANINewsUP) May 16, 2018
મોડી રાતે વારાણસી પહોંચેલા ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદે ફ્લાયઓવરના ચીફ પ્રોજેક્ટ મેનેજર એચસી તિવારી, મેનેજર કેઆર સૂદન, આસિસ્ટન્ટ એન્જિનિયર રાજેશ અને અપર એન્જિનિયર લાલચંદને સસ્પેન્ડ કરવાની માહિતી આપી. રાજ્યસેતુ નિગમ પર ખરાબ ક્વૉલિટીની સામગ્રી લાવવાનો આરોપ સામે આવી રહ્યો છે.
સિગરા પોલીસ સ્ટેશન વિસ્તારના શહેરના સૌથી વ્યસ્ત હિસ્સામાં આવેલા લહરતારામાં મંગવારે બપોરે આ અકસ્માત થયો. જ્યાં બે દિવસ પહેલા જ પુલ પર રાખવામાં આવેલા સ્લેબને જોડવાનું કામ ચાલી રહ્યું હતું. તે છતાંપણ નીચેથી ટ્રાફિક પસાર થતો રહ્યો. એડમિનિસ્ટ્રેશને ટ્રાફિકને રોક્યો નહીં. આ બેદરકારી સામાન્ય લોકો પર ભારે પડી.કેટલાક રિપોર્ટ્સમાં મૃતકોની સંખ્યા 35 જણાવવામાં આવી છે. જોકે, તેની આધિકારિક પુષ્ટિ કરવામાં આવી નથી. ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. 3 લોકોને કાટમાળ નીચેથી જીવતા બહાર કાઢી લેવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com