જુનાગઢનાં ગોધાવાવની ગોખમાં બીરાજમાન વૈરાઇ માતાના સાનીધ્યમાં પંચમીઆ પરિવારના દેશ પરદેશના જ્ઞાતિજનો બનશે મહેમાન
અબતક, રાજકોટ
જુનાગઢમાં પંચમીઆ પરિવારના કુળદેવીનું પૌરાણીક સ્થાન મંદિરના નુતની કરણ બાદ સુવર્ણ જડીત મંદિરને ખુલ્લુ મુકવાની સાથે સાથે પંચમીઆ એકતા મંડળના મહા સંમેલનનું આયોજન ઓકટોબરમાં કરવામાઁ આવશે. ‘અબતક’ની મુલકાતે આવેલા પંચમીઆ એકતા મંડળના કાર્યવાહક સમિતિના પ્રમુખ મનસુખલાલ અમરચંદ પંચમીઆ, જયેશભાઇ અભેચંદભાઇ, સંજીવભાઇ ભુપતરાય, અજય ગુલાબભાઇ, શીરીશભાઇ તથા દિનેશભાઇએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે આ વર્ષે જુનાગઢની પાવન ભુમીમાં દિવ્ય સત્સંગ સભા, સ્નેહમિલનના મુખ્ય પ્રેરીત દાતા જેતપુર મધુબેન નવીનચંદ્ર પંચમીઆ હસ્તે સંદિપભાઇ તથા જશભાઇ તેમજ સહયોગી પ્રેરીત દાતા તરૂલતાબેન મનસુખલાલ પંચમીઆ હ. બિમલભાઇ, વિજયભાઇ અને કંચનગૌરી ધીરજલાલ પંચમીઆ હ. સંદિપભાઇ છે. તા. 30-10-22 તથા 31-10-22 ના રોજ જુનાગઢમાં પંચમીઆ એકતા મંડળનું મહાસંમેલન મળનાર છે. અને 1-11-22 ના વિદાય છે. આ મહાસંમેલનમાં દેશ-વિદેશમાંથી અંદાજે 3પ00 થી વધુ ભકતો હાજરી આપશે.
કોરાના ના કપરા કાળમાં પરિવારના જયેશભાઇ અને સંજીવભાઇએ અન્ય કુટુંબીજનો પાસેથી માતબર ફંડ ભેગુ કરી અન્ય પરિવારોની સાથે ઉભા રહ્યા હતા.
ઉપરોકત અગ્રણીઓએ સમસ્ત પંચમીઆ પરિવારોના કુળદેવીમાં વેરાઇ માતાજી સ્થાનક વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે પંચમીઆ પરિવારોના કુળદેવી વેરાઇ માતાજી અનન્ય સ્થાને બીરાજે છે. દંતકથા અનુસાર પાંચ હજાર વર્ષ પૂર્વ શ્રી વેરાઇ માતાજી ઘણી જગ્યાએ પૂજાતા હતા.
મહાભારતમાં પણ વેરાઇ માતાજના મનોરથનો ઉલ્લેખ છે. સમસ્ત ભારતમાં અનેક જગ્યાએ પૂ.મા વેરાઇ માતાના નાના મોટા મંદિરો છે. પંચમીઆ ઉપરાંત વણિક, પટેલ, દરજી, કપોળ તેમજ કુંભાર જ્ઞાતિ પરિવારોના સભ્યો પણ શ્રી વેરાઇ માતાજીમાં શ્રઘ્ધા ધરાવે છે. માનતાઓ માને છે અને દર્શનાથે આવે છે એક સદી પૂર્વેથી પંચમીઆ પરિવારોમાં કુળદેવી તરીકે શ્રી વેરાઇ માતાજીની પૂજા થાય છે.
ઝગમતા તારલાનું મંદિર હો જો….
એમાં અમારા વેરાઇ માઁ ના ગોખ હો જો….
આ પંકિતને સાર્થક કરવા સમગ્ર મંદિરનું નૂતની કરણ કરવામાં આવ્યું છે અને આ નૂતનીકરણનો લાભ માતૃ જસવંતીબેન ગુલાબચંદ પંચમીઆ, ધનલતાબેન હકમીચંદ પંચમીઆ તથા અનિલાબેન હસમુખરાય પંચમીઆ તેમજ સઁપૂર્ણ મંદિરને સુવર્ણ જડીત કરવામાં આવ્યું છે અને સુવર્ણ જડીત મંદિર ખુબ જ સોહામણું અને દર્શન લાયક છે જેનો લાભ માતુશ્રી મંજુલાબેન હિંમતલાલ પંચમીઆ તથા માતુશ્રી ઇલાબેન ભુપતભાઇ પંચમીઆ પરિવાર દ્વારા લેવાયેલ છે.
આ ત્રિદિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે જુનાગઢ ખાતેના યુવા કાર્યકરો અજય શિરીષભાઇ પંચમીઆ, કેતન દિનેશભાઇ પંચમીઆ અને મિનેશભાઇ શીરીષભાઇ પંચમીઆ, દેશ-વિદેશથી અને સમગ્ર ભારતભરમાંથી આવનારા મહેમાનો માટેની વ્યવસ્થા કરવા ખુબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.
વેરાઇ માતાજીના બેસણા કુવાની ગોખમાં
એક લોકોહિત અનુસાર સૈકાઓ પૂર્વે એક ગામમાં લૂંટારાઓએ ધાડ પાડી ત્યારે શ્રી વેરાઇ માતાજીની સુવર્ણ મૂર્તિને સુરક્ષીત રાખવા ગામની એક ક્ધયાએ મૂર્તિ કુવામાં પધરાવી. તે બસ ત્યારથી શ્રી વેરાઇ માતાજીના બેસણા કુવાની ગોખમાં છે. પૂ. વેરાઇ માતાજીના શ્રઘ્ધેય ભુવા ભુપતભાઇની પ્રેરણા તથા જ્ઞાતિજનોની ઉત્તરોતર વધતી શ્રઘ્ધા અને ભકિતભાવે માતાજીના ગોખનું નાની દેરી-દેવળ જેવું નિર્માણ કરવામાં આવ્યુઁ હતું. સમયાંતરે તેમાંથી ર્જીણોઘ્ધાર થતા થતાં વર્ષો પછી આજે નવનિર્મિત થઇને ગરવા ગિરનારના રોડ પર ગોધાવવાની ગોખમાંથી શિખરબંધ મંદિરનું સર્જન કરી પૂ. શ્રી વેરાઇ માતાજીને પધરાવીને પ્રાણ પ્રતિષ્ઠા વિધી સહ બીરાજમાન કરવામાં આવ્યા છે. આ પાવનધામ ભવ્યાતિભવ્ય અને દર્શનીયા બની રહેલ છે.