વાપી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની ગોળી ધરબી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા. આ દરમિયાન બે બાઇક પર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા ત્યારે પોલીસે વાપી તાલુકા શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલીને ૫ આરોપીઓની ધરપકડ કરી છે.
શું બની હતી ઘટના ??
મળતી માહિતી મુજબ કોચરવા ગામના વતની શૈલેષ પટેલ આજે વહેલી સવારે રાતામાં આવેલા મંદિરમાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર મંદિરમાં જઇને દર્શન કરી રહ્યો હતો. જ્યારે શૈલેષ પટેલ તેમની કારમાં અંદર બેઠા હતા. આ દરમિયાન બે બાઇક પર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેમણે શૈલેષ પટેલ પર ધડાધડ ફાયરિંગ કર્યુ હતુ. આ લોકો ફાયરિંગ બાદ ફરાર થઇ ગયા હતા.
ફાયરિંગમાં શૈલેષ પટેલ કારમાં જ ઢળી પડ્યા હતા. તેમને પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ સમાચાર સાંભળતા જ પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરીને ૫ આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે બે પરિવાર વચ્ચે અગાઉ થયેલી બબાલના બદલામાં વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની કરવામાં આવી હતી. શરદ પટેલ ઉર્ફે સદીયા સહિતના આરોપીઓએ 3 લેયરમાં કોન્ટ્રાક્ટ કિલરોને હત્યા માટે રૂપિયા 19 લાખની સોપારી આપી હતી.
હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે 1600 કિમી વિસ્તારના CCTV ચેક કર્યા
આ હત્યા કેસમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના આરોપીઓ પણ જોડાયેલા હતા. જેથી પોલીસે 1600 કિમી વિસ્તારના અલગ અલગ સીસીટીવી ચેક કર્યા હતા અને આરોપીઓ સુધી પહોંચી હતી. હત્યાના દિવસે ત્રણ આરોપીઓ એક જ બાઈક પર આવ્યા હતા. જેમાં બે આરોપીઓએ રેકી કરી હતી અને ત્રીજો આરોપી મંદિર પાસે ઉભો હતો.
ત્યારે પોલીસે આ મામલે આરોપીઓ માં શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ,મિતેશ ઈશ્વર પટેલ,અજય સુમન ગામીત અને સત્યેન્દ્ર ઉર્ફે સોનું સિંગની ધરપકડ કરી હતી.