વાપી ડુંગરા વિજયનગરમાં રહેતા રાજેશ પાંડેયનૌ પુત્ર સુરજ પાંડેય ગત તા.૨૫ એપ્રીલનાં રોજ એક કેરીના બગીચામાં બપોરનાં સમયે કેરી ખાતા હતા ત્યો કોઈ અજાણ્યા શખ્સે ગોળી છોડતા ગોળી પેટમાં વાગતા ઘાયલ થયો હતો.આ અંગે તેની સાથે રહેલા તેના મીત્રએ સુરજના પિતા રાજેશભાઈને જાણ કરતા સુરજને ઈજાગ્રસ્ત હાલતમાં સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડાયો હતો જયાં સિટી સ્ક્રેન બાદ પેટમાં લાગેલી ગોળીનું ડો. વી.કે. દાસેની આગેવાનીમાં સફળ ઓપરેશન કરાયું હતુ હાલ સુરજ જનરલ વોર્ડમાં છે. સમગ્ર ઘટનાની પોલીસ તપાસ ચલાવી રહી છે.