ઈલેકટ્રીકલ વિભાગનો વિદ્યાર્થી પ્રથમ ક્રમાંકે એવોર્ડ સાથે રૂ.1,000,00/- નો રોકડ પુરસ્કાર
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓની ઝળહળતી સિધ્ધિઓ દ્વારા વી.વી.પી.ની યશગાથામાં વધુ એક યશકલગી. વીવીપી ઈલેકટ્રીકલ વિભાગના વિદ્યાર્થી ઉમંગકુમાર સુરેશચંદ્ર મારસોણીયા દ્વારા વડા ડો. અલ્પેશ આડેસરા, પ્રો. હાર્દિક પંડયા, પ્રો. અમિત પાઠકના માર્ગદર્શન હેઠળ લયિયક્ષ યક્ષયલિુ વિષય અન્વયે ઈલેકટ્રીક સાયકલ બનાવવામા આવી. આ માટે તેને જીટીયુ સાથે રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી રહેલ ” દેવાંગ મહેતા ફાઉન્ડેશન” દ્વારા પ્રથમ નંબરે એવોર્ડ મળેલ તથા રૂા. 1,00,000/- કેશ પ્રાઈઝ મળેલ છે. આ પ્રોજેકટની વિશેષતા એ છે કે સાયકલની ડીઝાઈનમાં મુખ્યત્વે બેટરી, મોટર અને કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવેલ છે.
ટેકનીકલ પાસાઓ જોવા જઈએ તો આ સાયકલમાં હાઈ સ્પીડ અને વધુ ટોર્ક મળે તે માટે પીએમએસએમ મોટરનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેના દ્વારા સાઈકલ વડે 1પ0-170 કીગ્રા વજન લઈ શકાય છે અને 430 આર.પી.એમ. ઉપર રર એનએમનો ટોર્ક ઉત્પન્ન થઈ શકે છે. તેનું કંટ્રોલીંગ અને ઓપરેટીંગ એકદમ સરળ છે. બેટરીને ચાર્જ કરવાની કિંમત રૂા. 9 થી 10 છે. એક વખત ચાર્જ થયા પછી 60થી વધુ કિમી. અંતર કાપી શકાય છે. જેના કારણે પ્રતિ કિમી. 1પથી 17 પૈસાની કિંમત મળે છે.
સંપૂર્ણ ડીઝાઈન એકદમ સસ્તી અને ઈકો ફે્રન્ડલી છે. ઉપરાંત ડીઝીટલ ડીસ્પ્લે વાપરવામાં આવ્યો છે જેમાં તમને સાઈકલ ચલાવતા હોય ત્યારે તેની સ્પીડ, બેટરીના વોલ્ટેજ, બેટરીના ટકા, બેટરી, મોટરનું તાપમાન વગેરે દર્શાવે છે. ઉપરાંત સેફટી લાઈટ, હેડ લાઈટ, બ્રેક લાઈટ, ડીપર લાઈટ વગેરેના ઉપયોગ માટે વિવિધ સેન્સર મુકેલા છે. ભવિષ્યમાં ચોરી ન થઈ જાય તે માટેની ” થીફ સીસ્ટમ” મુકી શકાય તેવી પણ વ્યવસ્થા રાખેલ છે. દિવસેને દિવસે ફયુઅલની કિંમત અને વપરાશનો જથ્થો પણ સિમિત છે. ઉપરાંત, પ્રદૂષણ પણ એટલું જ ચિંતાજનક વધી રહ્યું છે. આ બધા કારણોસર આવનારું ભવિષ્ય ઈલેકટ્રીકલ વ્હીકલનું છે.
જે અંતર્ગત ઈલેકટ્રીકલ સાયકલના પ્રોજેકટને આકાર આપવામાં આવેલ છે.” દેવાંગ મહેતા એકલન્સ એવોર્ડ” કે જેમાં વિદ્યાર્થી પોતાની શૈક્ષણિક કાર્યકાળ દરમિયાન શ્રેષ્ઠતમ પ્રદર્શન કરેલ હોય. છેલ્લા 7 વર્ષથી ભારતના વિવિધ સ્થળનો ગુજરાત, આસામ, પશ્ચિમ બંગાળ, કેરાલા, ઈન્દોર, રત્નાગીરી, કોલ્હાપુર જેવા વિદ્યાર્થીને આ એવોર્ડ આપવામાં આવેલ છે. આ ઉપરાંત આ ફાઉન્ડેશન દ્વારા એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં હોય, રેન્ક મેળવતાં વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન આપે છે.
આ અગાઉ પણ વીવીપી ઇલેક્ટ્રિકલના ચાર વિદ્યાર્થીઓ તથા બાયો ટેકનોલોજી ના એક વિદ્યાર્થી એ સાથે મળી કરેલ સ્ટાર્ટઅપ ને કેન્દ્ર સરકાર (ઇઈંછઅઈ) તરફથી 65 લાખની ગ્રાન્ટ મળેલ . વિદ્યાર્થીઓની આ ઝળહળતી સિધ્ધિ બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ શ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર,ડો. નરેન્દ્રભાઈ દવે તથા સંસ્થાના પ્રિન્સીપાલ ડો. તેજસભાઈ પાટલીયાએ પ્રાધ્યાપક ગણ તથા વિદ્યાર્થીગણને શુભેચ્છા પાઠવેલ હતી.