અયોધ્યામાં આજે મર્યાદા પુરષોતમ રામનું આગમન
કરોડો હિન્દુઓના આસ્થાનું પ્રતીક ભગવાન શ્રી રામના ભવ્ય રામમંદિરના પ્રથમ ચારણનો શુભારંભ
કરોડો હિન્દુઓનાં આસ્થાના પ્રતિક ભગવાન શ્રી રામ પોતાના જીવનકાળ દરમ્યાન સામાજીક, ધાર્મિક, રાજકીય સહિત તમામ ક્ષેત્રે મર્યાદાઓનું પાલન કરવાના કારણે મર્યાદાપુરૂષોતમ તરીકે પ્રખ્યાત થયા હતા. પિતાના વચનનું પાલન કરવા રાજગાદી ત્યાગીને ૧૪ વર્ષનાં આકરા વનવાસે હસતા મુખે નીકળી જનારા ભગવાન શ્રી રામે પોતાના જીવનકાળ દરમ્યાન કદી મર્યાદાઓને ચૂકી ન હતી. જે પત્નિ સીતાના રક્ષણ માટે રાવણ જેવા મહાપરાક્રમી રાક્ષસ સામે વાનરોનો સાથ લઈને વિજય મેળવનારા ભગવાન શ્રી રામે સામાજિક મર્યાદાના પાલન માટે તે સીતામાતાનો પણ હસતામુખે ત્યાગ કરી દીધો હતો આવા ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં સદીઓનાં વનવાસ બાદ આજે રામ રાજયાભિષેક થવા જઈ રહ્યો છે. જેની કરોડો રામભકતોના ઉર, ઉમંગમાં આજે હર્ષોલ્લાસ અને આનંદ જોવા મળી રહ્યો છે.
દેશની પૌરાણિક સંસ્કૃતિ દરેક ભારતીયોના દિલ-દિમાગમાં એટલી પ્રભાવી બની ગ, છે કે આ સંસ્કૃતિના નામ નિશાન ભુંસવા સદીઓ સુધી અનેક વિદેશી આક્રમણો થટા છે. તેમ છતા આ સંસ્કૃતિ આજે પર ભારતીયોના હૃદયમાં અમીટ સ્વરૂપે કંડારાયેલી છે. આવી જ અમીટ ધાર્મિક સંસ્કૃતિનું પ્રતિક ભગવાન શ્રી રામ છે. હજારો વર્ષ પહેલા અયોધ્યામાં રાજપરિવાર ઈશ્વાકુ વંશમાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં મધ્યાહને જન્મેલા ભગવાન શ્રી રામે પોતાના જીવનકાળ દરમ્યાન સામાજીક, રાજકીય, ધાર્મિક મર્યાદાઓ સાથેનું જીવન જીવીને મર્યાદા પુરૂષોતમ તરીકે પૂર્ણ પુરૂશોતમ સ્વરૂપે જગવિખ્યાત થયા હતા જેથી હજારો વર્ષ બાદ આજે પણ માત્ર ભારત નહીં વિશ્ર્વભગરનાં કરોડો હિન્દુઓમાં ભગવાન શ્રી રામ હૃદયમાં બિરાજમાન છે.
રાજમહેલ ત્યાગીને વિદ્યાઅભ્યાસ માટે ગુરૂઆશ્રમમાં ગયેલા શ્રી રામે ઋષિ મૂનિઓને યજ્ઞ-અનુષ્ઠાનમાં વિઘ્ન નાખતા અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો. વિદ્યાઅભ્યાસ બાદ માતા કૌશલ્યાનો ઉધ્ધાર કરીને જે ધનુષને ઉપાડવામાં પણતે સમયનાં મહારથીઓ પણ નિષ્ફળ ગયા હતા. તે ભગવાન શંકરનાં ધનુષને કમળની જેમ ઉંચકીને ભગવાન રામ સ્વયંવરમાં સીતા માતાને વર્યા હતા. જે બાદ તેમને અકે પત્નીની મર્યાદા લીધી હતી તેમની અયોધ્યાના રાજા તરીકે તિલક વિધિ થવાની હતી ત્યારે પિતા દશરથે તેમની બીજી રાણી કૈકેયીને આપેલા વચનનું પાલન કરવા ભગવાન શ્રી રામે હસતામુખે ૧૪ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો હતો. આમ, વનવાસ સ્વીકારીને પિતાના વચનની મર્યાદા રાખી હતી.
વનવાસ દરમ્યાન પણ તેઓ એકપણ રાજયમાં નહી રહીને વચનની મર્યાદાનું પાલન કર્યું હતુ સીતા હરણ બાદ તેમને રાવણ સામે યુધ્ધ માટે પોતાના શકિતશાળી મોસાળ રાજય કૌશલ દેશની મદદ લેવાના બદલે વનવાસી વાનરોની લીધી હતી વંચિતો, પછાત, પીડિતોની મદદ લઈને યુધ્ધ કેવી રીતે જીતી શકાય તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડયું હતુ. સુગ્રીવ સાથે મિત્રતા કર્યા બાદ રાવણ જેવા મહાશકિતશાળીને પુંછથી પકડીને આખા બ્રહ્માંડનો આંટો મારી લેનારા વાલીની મદદને ઠુકરાવી દઈ શ્રી રામે મિત્રતાની મર્યાદાનો સંદેશો આપ્યો હતો તેવી જ રીતે પોતાના હનુમાન જેવા મહાપરાક્રમી વાનરને પોતાના અંગત મિત્ર, સેવક તરીકે સ્વીકારીને સેવકની મર્યાદાનું પાલન કર્યું હતુ.
જયારે લંકા પર ચડાઈ કરવા સેતુબંધનું નિર્માણ થતું હતુ ત્યારે વાનરો પથ્થર નાખતી વખતે શ્રી રામ બોલીને દરિયામાં નાખતા હતા અને આ પથ્થરો તરી જતા હતા જેથી કુતુહલવશ રામે પણ પોતાના હાથે પથ્થર દરિયામાં નાખ્યો હતો જે તરવાના બદલે ડુબી જવા પામ્યો હતો. આ ઘટના હનુમાન જોઈ ગયા હતા અને શ્રી રામને કહ્યું હતુ કે, પ્રભુ શ્રી રામનો સહારો લે તે ભવસાગર તરી જાય છે.
અને જેને શ્રીરામ ત્યાગી દે છે તે છીછરા સમુદ્રમાં પણ તરી જાય છે. મિત્રની મર્યાદાના દાવે જ તેમને લંકા જીત્યા બાદ રાજય મિત્ર વિભિષણને વચન મુજબ આપી દીધું હતું. રાવણની પત્ની મંદોદરીના વિવાહ વિભિષણ સાથે કરાવ્યા હતા.
લંકા જીત્યા બાદ અયોઘ્યા પરત ફર્યા ત્યારે તેની અનુભૂતિ સ્વરૂપે આજે વિશ્ર્વભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.
અયોઘ્યામાં પરત ફર્યા બાદ શ્રીરામનો ભવ્યાતિભવ્ય રીતે રાજયાભિષેક થયો હતો. અને રામ રાજય આવ્યું હતું. રામ રાજય દરમ્યાન અયોઘ્યાવાસીઓમાં સીતા માતાનો ચારિત્ર્યને લઇને શંકાનો ભાવ જોવા મળતા રાજકીય મર્યાદાના ભાગરૂપે પોતાના પ્રાણથી પ્યારી સીતામાતાનો ત્યાગ કરી દીધો હતો. આમ, ભગવાન શ્રીરામે જીવનભર મર્યાદાઓનું પાલન કરીને મર્યાદા પુરૂષોતમનું બિરૂદ મેળવ્યું હતું. આવા મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામનો જન્મભૂમિ અયોઘ્યામાં આવેલા રામમંદિરનો મોગલ બાદશાહ બાબરીના સેનાપતિ મીરે બાકી તોડી પાડીને બાબરી મસ્જિદ બનાવી હતી. પરંતુ હિન્દુઓના હ્રદયમાં રહેલા શ્રીરામના મંદિરને તોડી શકયા ન હતા. સમયાંતરે આ સ્થાને રામમંદિર બનાવવાની માંગ ઉઠતી રહી હતી. જેથી વિવાદ ટાળવા અંગ્રેજ શાસકોએ રામમંદિર સ્થાન પર તાળા મારી દીધા હતા. પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ તેમના કાર્યકાળ દરમ્યાન રામમંદીરના બંધ તાળા ખોલીને પુજન અર્ચન દર્શનની છુટ આપી હતી. રામ મંદીરના મુદ્દા પર ભાજપનો રાજકીય ઉદય થયો હતો. સોમનાથથી શરૂ થયેલી ભાજપની યાત્રા દિલ્હી સુધી પહોંચી જવા પામી છે.
રામમંદિર બનાવવા માટે અનેક વખત સંઘર્ષો અને કારસેવાઓ પણ થઇ હતી. જેના ભાગરૂપે જ છઠ્ઠી ડીસેમ્બર ૧૯૯૧માં કારસેવા દરમ્યાન
કાર સેવકોએ બાબરી મસ્જીદનો વિવાદીત ઢાંચો તોડી પાડયો હતો. જે બાદ લાંબા સમય સુધી અલ્હાબાદ હાઇકોર્ટ અને સૃુપ્રીમ કોર્ટમાં માલીકીનો કેસ ચાલ્યો હતો. ભકતોનું માનવું છે કે આ સૃષ્ટિમાં ભગવાન શ્રીરામની ઇચ્છા વગર પાંદડુ પણ હલતું નથી. જયારે સુપ્રીમ કોર્ર્ટેે વિવાદીત સ્થાન પર રામમંદિર હોવાનું માનીને ત્યાં રામ મંદીર બનાવવાનો હુકમ કર્યો, જયારે આ મુદ્દે ભારે કોમી તોફાનો ફાટી નીકળવાની સંભાવના વ્યકત થતી હતી, પરંતુ ભગવાન શ્રીરામની ઇચ્છા હોય તેમ આ ચુકાદા બાદ એકપણ સ્થાને નાનુ સરખુ છમકલું પણ થવા પામ્યું નથી અને નિવિર્વાદ રીતે આજે ભવ્યાતિભવ્ય રામમંદીરના નિર્માણ કાર્યનો દબદબાભેર પ્રારંભ થયો છે.
રામમંદિર શિલાન્યાસ પ્રસંગે આખી અયોઘ્યાનગર રામમય બની છે. ૧૭૫ મહેમાનોને ૧૩પ સંતોની સાક્ષીમાં આજે પી.એમ.ના હસ્તે ભવ્ય રામમંદિરની શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. આ પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે સી.એમ. યોગી, રાજયપાલ આનંદીબેન પટેલ તેમજ મંદિરના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા. ઉ૫રાંત મહંત નૃત્યગોપાલદાસની પણ વિશેષ હાજરી હતી.
સી.એમ. સહિતના મંત્રીઓએ વેબ કાસ્ટીંગથી શિલાયન્સ વિધી નિહાળી હતી ગત રાત્રીએ અયોઘ્યામાં દિવાળી ઉજવાઇ હતી. સવાલાખ દીવડાથી સરયુઘાટ શણગારાયો હતો. પી.એમ.ના વરદ હસ્તે ૪૦ કિલોની ચાંદીની ઇંટ શિલાન્યાસ વિધિમાં અર્પણ કરાઇ હતી. આમંત્રિત મહેમાનોને ભેટ સ્વરૂપે ચાંદીનો સીકકો આપવામાં આવ્યો હતો. તેમજ ઉપસ્થિત મહેમાનોને લાડુના ડબ્બા અને રામદરબારનો ફોટો ભેટ સ્વરુપે આપવામાં આવ્યા હતા.
મોદી સવારે ૯.૩૫ કલાકે દિલ્હીથી રવાના થયા હતા અયોઘ્યા પહોચ્યા હતા સાથો સાથ નેપાળના સંતો પણ ઉ૫સ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ મોદીએ હનુમાનગઢી પહોંચી પુજન અર્ચન કર્યુ હતું. પી.એમ. સાથે મોહન ભાગવત પણ હાજર રહયા હતા. મંદિરના પરિસરમાં પારિજાતનો છોડ મોદીના હસ્તે રોપણ કરવામાં આવ્યું હતુઢ આ પ્રસંગે સમગ્ર અયોઘ્યામાં લોખંડી સુરક્ષા ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવાયુ હતું બહારથી આવતી વ્યકિતઓ માટે પ્રવેશ નિષેધ કરાયો હતો.
ભવ્યાતિભવ્ય ત્રણ મજલાના મંદિરમાં કલાત્મક પાંચ ગુંબજ ગુંજશે!!
અયોધ્યા નગરમાય ૫૦૦ વર્ષ બાદ શુભ ઘડી આવી છે. આજે પીએમના હસ્તે ભવ્ય રામમંદિરની શિલાન્યાસ વિધિ થઈ છે. રામમંદિરના ગર્ભગૃહની ઉપર શિખર બનશે જયારે શિખરની ઉંચાઈ ૧૬૧ ફૂટની રહેશે તેમ રામમંદિરનો પ્રવેશ દ્વાર પણ ભવ્ય બનાવાનું આયોજન કરાયું છે. ત્રણ માળનું મંદિર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવાશે. જેમાં ૧૬ ફૂટ પહોળા પગથીયા બનાવાશે જયારે ગર્ભ ગૃહમાં કોઈપણ બારી નહી હોય ૪૫ એકરમા સંતો માટે પ્રવચન હોલ બનશે. તેમજ વૈદિક પાઠશાળા સંતનિવાસ સ્થાન પણ બનશે. શિખરની નીચે જ ગર્ભગૃહ બનાવાશે જેમાં પહેલા ગૃહની આગળ પાંચ મંડપ રહેશે ભાવિકોની સગવડતા માટે મંદિરની ડાબી બાજુએ જ રેલીંગની વ્યવસ્થા કરાશે જેથી ભકતોને પરિક્રમા કરવા મંદિરની બહાર નહી જવું પડે ગર્ભગૃહ આઠવાજુ વાળુ હશે. જોમાં સિંહ દ્વાર, નૃત્યમંડપ, રંગમંચ સહિતની સુવિધાઓ કરાશે મંદિરમાં ૨૪ દરવાજાઓ મૂકાશે પહેલા માળે રામ દરબારની મૂર્તિઓ મુકાશે તેમજ મંદિર પરિસરમાં બે ચબૂતરાઓ બનશે પહેલા ગૃહની આગળ પાંચ મંડપ બનશે પહેલા માળે ૧૬૦ સ્તંભ બનાવાશે આમ સંપૂર્ણ મંદિર ઉતર ભારતની નાગર શૈલીમાં બનશે.
રામમંદિરના ગર્ભગૃહમાં લક્ષ્મીજી, ગણેશ, સીતા અને હનુમાનજીના અલગ મંદિરો બનશે ઉપરાંત યાત્રા નિવાસ, મ્યુઝિયમ, પણ બનાવાશે મંદિર તૈયાર થતા અંદાજીત સાડા ત્રણ વર્ષ લાગશે ત્રણ માળના ગર્ભગૃહમાં પાંચ ગુંબજ હશે.
મંદિરનું નિર્માણ સુપ્રસિધ્ધ શિલ્પકાર અમદાવાદના સોમપુરા પરિવારની ડીઝાઈન પરથી બનશે
શ્રી રામ જન્મમૂમિ આંદોલન સમયે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મદિર બનાવવા માટે સુપ્રસિધ્ધ આર્કીટેક ચંદ્રકાંતભાઈ સોમપુરા પાસે પ્રસ્તાવિત મંદીરની ડીઝાઈન બનાવી હતી જેમાં ત્રણ ગુંબજ બનાવવામાં આવનારા હતા હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રામમંદિરનું નિર્માણ કાર્ય શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં ભવ્યાતિભવ્ય રામમંદિર બને તે માટે મંદિરની નવી ડીઝાઈન ચંદ્રકાંતભાઈ સોમપુરાના આર્કિટેક પુત્ર આશીષ સોમપુરા પાસે બનાવવામાં આવી છે.
ભાજપનો શિલાન્યાસ રામમંદિરના પાયામાં થયો હતો
દેશમાં કોંગ્રેસના દબદબા સમયે કરોડો હિન્દુઓનાં આસ્થાના પ્રતિક એવા અયોધ્યામાં રામમંદિરના મુદો ઉઠાવવા આરએસએસ દ્વારા રાજકીય પક્ષ ભાજપની સ્થાપના કરી હતી ભાજપના તત્કાલીન અધ્યક્ષ એલ.કે. અડવાણીએ ૧૯૮૯માં સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢીને દેશભરનાં કરોડો હિન્દુઓની રામમંદિર માટે દાયકાઓથક્ષ દબાયેલી લાગણીઓને વાચા આપી હતી. જેમાં સમગ્ર દેશમાં ભાજપનો જયજયકાર થઈ જવા પામ્યો તહો. રામમંદિર આંદોલનમાં અનેક રાજયોની સરકારો ઉથલી જવા પામી હતી ભાજપને સોમનાથથી અયોધ્યાની રથયાત્રાએ દિલ્હીના શાસન સુધી પહોચાડયા હોય ભાજપનો શિલાન્યાસ રામ મંદિરના પાયામાં થયો હતો.
વિવાદીત બાબરી મસ્જિદનો ઢાંચો તુટવા દેવામાં નરસિંહ રાવનો પણ સહયોગ
વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા ૧૯૯૨માં શરૂ કરાયેલી કારસેવા દરમ્યાન અયોધ્યામાં દેશભરમાંથી આવેલા કારસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ કારસેવકોએ પોતાના આરાધ્ય શ્રી રામના મંદિર પર બનેલી બાબરી મસ્જિદના વિવાદીત ઢાંચા પર ચડીને છઠ્ઠી ડીસેમ્બરે આ ઢાંચાને તોડી પાડયો હતો. આ ઢાંચા તોડી પાડવા સમયે કેન્દ્રની નરસિંહરાવની કોંગ્રેસી સરકાર કોઈ પગલા ન લીધાનો આરોપ થઈ રહ્યો છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ. નરસિંહ રાવે જયારે બાબરી મસ્જિદ તોડવામાં આવી રહી હતી. ત્યારે પૂજામાં બેસી જઈને આંખ આડા કાન કર્યા હોવાનું કહેવાય છે. જેથી રામ મંદિર સ્થાનેથી બાબરી મસ્જિદનો વિવાદીત ઢાંચો તુટવામાં નરસિંહરાવનો સહકાર હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
ત્રીસ વર્ષ પહેલા શ્રધ્ધાળુઓએ મોકલેલી બે લાખ ‘રામ-ઈટો’થી નિર્માણ કાર્ય થશે
આઝાદી પહેલાથી બંદીમાં જકડાયેલા શ્રી રામ મંદિરના તાળા રાજીવગાંધીએ ખોલાવ્યા
અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થાન પર આવેલા રામમંદિર અને બાબરી મસ્જિદ મુદે વિવાદ થાય તે માટે અંગ્રેજોએ રામમંદિરને તાળા મારી દઈને દાયકાઓ સુધી પૂજન અર્ચન અને દર્શન બંધ કરાવી દીધા હતા. વર્ષ ૧૯૮૯માં રામજન્મભૂમિની મૂકિત માટે આંદોલન શરૂ થયા બાદ તત્કાલીન કોંગ્રેસી વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીએ કરોડો રામભકતોની લાગણીને વાચા આપીને રામમંદિરના બંધ તાળા ખોલવાની મંજુરી આપીને રામ લલ્લાના પૂજન અર્ચન અને દર્શનની છૂટ ઓપી હતી. રાજીવ ગાંધીએ વિશ્વ હિન્દુ પરિષદના રામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમની છૂટ પણ આપી હતી. આમ રમ મંદિરના બંધ તાળા ખોલવાનો શ્રેય રાજયગાંધીને જાય છે.