વંથલી તાલુકાના બંધાળા ગામે કોઈ અજાણ્યા તસ્કરોએ ત્રાટકી રૂ. 2.90 લાખના ચાંદીના 8 કિલો થાડાની ચોરી કરી લઈ ગયા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે, ત્યારે પોલીસે પૂજારીની ફરિયાદ લઈ આ ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.
વંથલીના બંધાળા ગામે સ્થિત શિવ મંદીર માં શિવલિંગ ફરતે રૂ. 2.90 લાખનું 8 કિલો ચાંદીનું થાડું આવેલું હતું. પરંતુ જ્યારે સવારે પૂજારી શિવજીની પૂજા કરવા ગયા ત્યારે ખબર પડી કે શિવાલયના દરવાજાના નકુજા તૂટેલા છે અને અંદરથી ચાંદીના થાડાની ચોરી થઈ જવા પામી છે. આથી તેમણે તાત્કાલિક ગામના આગેવાનો અને શિવભક્તોને જાણ કરી, પોલીસ કંટ્રોલરૂમ ઉપર ફરિયાદ કરતા વિભાગીય ડીવાયએસપી તથા વંથલી પોલીસનો કાફલો બંધડા ગામે દોડી ગયો હતો.
નાના એવા બંધડા ગામે શિવાલયમાં તસ્કરો એ ત્રાટકી શિવજીના થાળાની કરેલે ચોરીથી બંધાળા ગામમાં અને ભાવિકોમાં રોષ ફેલાયો છે. જો કે, પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આદરી છે