ધૂળેટીની રાત્રે ખેલાયો ખૂની ખેલ

બાઈક પર   આવેલા બે  બુકાનીધારીએ  અકસ્માત સર્જી અંધાધુંધી ફાયરીંગ કરી રફુચકકર

હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં  લોકો એકઠા થતા ચુસ્ત બંદોબસક્ત: હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ ઠેર ઠેર  દરોડા

સોરઠ પંથકના રવની ગામે ધુળેટીની રાત રક્ત રંજિત બની હતી, રવની ગામે બુકાનીધારી અજાણ્યા શખ્સોએ  રાત્રિના સલીમ સાંધ નામના યુવક ઉપર ફાયરિંગ કરી, મોતને ઘાટ ઉતારતા સમગ્ર સોરઠ પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતા જુનાગઢના એસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા,   હત્યા કોણે કરી ? શા માટે કરી ? તે રહસ્ય હજુ અકબંધ છે, અને પોલીસ વિવિધ દિશામાં હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગી છે.

પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રિના લગભગ 9 થી સવા નવ વાગ્યાના અરસામાં વંથલી ગામના પાદરમાં આવેલી ગૌ શાળા પાસેથી સલીમ હબીબભાઈ સાંઘ નામના યુવક   ખેતરના ભાગ્યા  સાથે મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે બુકાનીધારી બે શખ્સોએ  ફાયરિંગ કરતા સલીમ હબીબભાઈ સાંધ  ગંભીર રીતે ઘવાયા હતા અને લોહીમાં લથપથ થઈ ઢળી પડતા તેમને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જુનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી ધાંધલીયા સહિતનાં પોલીસ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો  આ હત્યાની વિગતો મેળવી હતી, દરમિયાન સલીમ સાંધની હત્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા, જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે  હજારોની સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટીયા હતા, ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ના બને તે માટે પોલીસ અધિકારીઓનો મોટો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો.

મરણ જનાર સલીમ સાંધના 60 વર્ષીય પિતા હબીબ ઈબ્રાહીમભાઈ સાંધે વંથલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલો ફરિયાદ મુજબ ગતરાત્રિના 9 વાગ્યાના અરસામાં પોતાનો પુત્ર સલીમ તથા તેમનો ભાગ્યો કિશોર ઉર્ફે બુલબુલ મોટરસાયકલ લઈને ગામના પાદરમાં આવેલી ગૌ શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સલીમની બાઈક સાથે અજાણ્યા બાઈક સવારે બાઈક અથડાવી દેતા સલીમ અને કિશોર ઉર્ફે બુલબુલ ફંગોળાયા હતા, ત્યારે બાઈકની પાછળ બેઠેલા શખ્સે તેમની પાસેના હથિયાર વડે ફાયરીંગ કરતા તેમનાં પુત્ર સલીમને ગંભીર ઇજાઓ થતાં સલીમ સાંધનું મોત થયું છે.   વંથલી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો સામે હત્યા કરી હોવાની ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી આ હત્યાનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.

જો કે, હત્યા કયા કારણોસર થઈ ? અને હત્યા કરનારા કોણ છે ? તે અંગે મરણ જનારના પિતા અજાણ હોવાથી ફરિયાદમાં તેનો ઉલ્લેખ કરાયો નથી, ત્યારે જુનાગઢ એસપી રવિ તેજા વાસમ શેટી દ્વારા પોલીસની વિવિધ ટીમો બનાવી આ હત્યાના ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કરાયા છે.

પીતાને ફાયરીંગનો અવાજ સંભળાતા ઘટના સ્થળે જતા પુત્ર લોહીથી લથબથ હતો

રવની ગામના પાદરમાં બેઠા હતા, ત્યારે ફાયરિંગ જેવો અવાજ થતાં તેઓ તથા ગામના અન્ય લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા, ત્યારે તેમના પુત્ર ઉપર જ ફાયરિંગ થયું હોવાનું જાણમાં આવતા તાત્કાલિક તેમને જૂનાગઢની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મરણ જાહેર કર્યા હતા.

સાબરમતી જેલમાં રહેલા જુસબ સાંધના ભત્રીજાની હત્યાથી રવની ગામમાં સન્નાટો

મરણ જનાર યુવક સલીમ સાંધ વંથલીના રવાની ગામના જુસુબ સાંધનાં ભત્રીજા છે, અને હાલમાં જુસૂબ સાંધ સાબરમતી જેલમાં છે. તે દરમિયાન રવિની ગામે સલીમ સાંધ ઉપર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ વડે જીવલેણ હુમલો કરતા સલીમ સાંધ નું મોત થવા પામ્યું છે. ત્યારે સમગ્ર વંથલી પંથકમાં  સનસનાટી મચી જવા પામી છે. અને સાંધ પરિવારમાં ગમગીની છવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.