સાંતલપુર ગામે 100 વારના  મફત પ્લોટનો કબ્જો ન સોંપવાના વિરોધમાં આમરણાંત ઉપવાસ

ગરીબ હોય કે અમીર … ઘર ના ઘર નું સ્વપ્ન કોનુ ન હોય… પણ સરકારી બાબુઓને જાણે પહેલી તારિખ ના પગાર થી જ મતલબ હોય તેમ પોતાની ફરજ પણ સાચી રીતે અદા નથી કરી રહ્યા… વાત છે વંથલી તાલુકા ના સાંતલપુર ગામની… વંથલી તાલુકા પંચાયતે 6 માસ પુર્વે 7 લાભાર્થીઓને 100 ચો.વાર ના મફત પ્લોટ તો આપ્યા પણ આજ દિન સુંધી પ્રત્યક્ષ કબજા સોંપેલ નથી.. અવાર નવાર રજુઆત કરવા છતા સાંતલપુર ગ્રામ પંચાયત ના પદાધિકારિયો જાણે આંખ આડા કાન કરી જતા હોય તેમ આ સાતેય ગરીબ પરિવાર નો અવાજ દબાઇ જતો હતો…

આ સાતેય પરિવાર ને પોતાના હક્ક હિસ્સાનો પ્લોટ મળી રહે તેના માટે વંથલી ના કોંગ્રેસી આગેવાને આન્દોલન નું સસ્ત્ર ઉગામ્યું છે. અને તાલુકા પંચાયત વંથલી કચેરીની નીચે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.