ડ્રેસ મેકીંગ, ફેશન ડિઝાઈનીંગ, કોમ્પ્યુટર ઓપરેટર, બ્યુટી પાર્લર જેવા કોર્ષનું વિનામૂલ્યે શિક્ષણ: તાલીમ બાદ એનસીવીટીનું પ્રમાણપત્ર પણ અપાઈ છે
રાજકોટ ખાતે આવેલી મહિલા આઈ.ટી.આઈ.માં મહિલાઓ સ્વાવલંબી બને તેના માટેના પ્રયાસો સરકાર કરી રહી છે.ત્યારે રાજકોટની મહિલા આઈ.ટી.આઈ.માં અનેક પ્રકારનાં કોર્ષ કરવામાં આવે છે. જેમાં પાર્લર કોર્ષ ડ્રેસમેકીંગ, ફેશન ડીઝાઈનીંગ, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીન આસિસ્ટન્ટ જેવા વિના મૂલ્યે કોર્ષ કરાવવમાં આવે છે. આ તમામ કોર્ષ ૧૦ પાસ ઉપર થઈ શકે છે. સાથશેસાથ કોર્ષ પૂર્ણ કર્યા બાદ એનસીવીટીનું પ્રમાણ પત્ર આપવામાં આવે છે. જે વિદ્યાર્નીઓને પોતાના કોર્ષ સાથે અલગ અલગ નોકરી મળી શકે છે. સાથોસાથ મહિલાઓ પોતાની રીતે સ્વાવલંબી બની શકે અને પોતાના જીવનમાં કાંઈક આગળ વધી શકે તે રીતે અનેક પ્રવૃત્તિઓ સાથોસાથ સારામાં સારૂ જ્ઞાન આપવામાં આવે છે. આમ મહિલા આઈ.ટી.આઈ. એશિક્ષણની સાથોસાથ એક પ્લેટફોર્મ પણ પૂરૂ પાડે છે અને વિદ્યાર્થીઓને એક સાહસ પૂરૂ પાડે છે.
ફેશન ડિઝાઈનીંગનાં કોર્ષ બાદ તાલીમાર્થી ડિઝાઈનર તરીકે બહાર આવે છે: ક્રિના પાવાગઢી
અબતક સાથેની વાતચીતમાં ક્રિના પાવાગઢી કે તેઓ મહિલા આઈ.ટી.આઈ.માં ફેશન ડીઝાઈનીંગના કોર્ષના ટ્રેનર છે. અને અહી આ કોર્ષ ૩ બેચમાં ચાલે છે. જેમાં કુલ ૬૦ વિદ્યાર્થીઓ છે જેમાં વિદ્યાર્થીનીઓને સોયની સાથોસાથ કપડા પણ અહીંથી જ આપવામા આવે છે. અને તેઓને જે સ્વખર્ચ માટે વસ્તુ લેવાની હોય તે સાથે રાખવી પડે છે. ફેશન ડીઝાઈનીંગમાં ઈલેસ્ટ્રીસન, ટ્રેપીંગ, કલર થીએરી વગેરે સાથે એમ્રોડરી, બધી જ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. અને આ કોર્ષ કર્યા બાદ તેઓ પોતે ડીઝાઈનર બની શકે છે. ટેકસટાઈલ ડિઝાઈનર, ફેશસ ડીઝાઈનર તરીકે પોતાના બુટીક ખોલી શકે છે. ૧૦ પાસ પછી આ કોર્ષ કરી શકાય છે. આ સંપૂર્ણ કોર્ષ પૂરો થયા બાદ તેઓને એનસીવીટી એટલે કે નેશનલ લેવલનું સર્ટીફીકેટ મળે છે. જેના લીધે તેઓ ઈન્ડીયાની બહાર પણ આસાનીથી જઈ શકે છે. વિદ્યાર્થીને અહી તેઓ ખાલી સીલાઈ કામ ઉપર જ નહી પરંતુ તેઓ જે વિચારે છે એને પેલા પેપર ઉપર વર્ક કરી ત્યારબાદ તેને કાપડ ઉપર બનાવે છે.
અબતક સાથેની વાતચીતમાં કૃપાબેન દવેએ જણાવ્યું કે તે મહિલા આઈ.ટી.આઈ.માં ફેસનડીઝાઈનમાં આ કોર્ષ ૧ વર્ષનો છે. જેમાં પ્રાથમિકથી લઈને ગાર્મેન્ટ અને સ્કેચીસ સાથોસાથ ભરતગુથણ પણ અહીથી શીખડાવવામાં આવે છે. અને જે લોકોને સીલાઈ કરતા પણ ન હતુ આવડતુ તે હવે બધી જ સીલાઈ કરી શકે છે. અને અહીથી સીખ્યા બાદ અમે સીલાઈ કામમાં ગમે ત્યાં આગળ વધી શકીએ છીએ. હું પોતે પરણીત છું જેથી મારા ઘરમાં હું મારા બાળકોને મૂકીને અહી આવું છું તો મારા ઘરનાં લોકોને પણ એટલું ગર્વ થાય છે. જેથી હું મારા બાળકો માટે બધી જ વસ્તુ કરી શકું.
કોપા કોર્ષમાં વર્ડ, એકસેલ, પાવર પોઈન્ટ ટેલી વગેરે શીખવા મળે છે: વિદ્યાર્થી રીંકલ
અબતક સાથેની વાતચીતમાં મહિલા આઈ.ટી.આઈ.માં કોપાનો કોર્ષ કરતી વિદ્યાર્થી રીંકલએ જણાવ્યું હતુ કે આ કોર્ષ ૧ વર્ષનો છે. આ કોર્ષમાં વર્ડ, એકસેલ, પાવરપોઈન્ટ, ટેલી, વી.બી.એ, જાવાસ્ક્રીપ્ટ જેવા કોર્ષ થાય છે. અને આ કોર્ષ બાદ અલગ અલગ સંસ્થામાં જેવી કે કોમ્પ્યુટર ફીલ્ડમાં અમને નોકરી મળી શકે છે. આ અભ્યાસ પૂર્ણ થયા પછી રાજકોટ મહાનગરપાલીકામાં ૧૧ મહિનાના કરાર પર એપ્રન્ટીસ તરીકેની નોકરી મળે છે. જેમાં અમને ઘણુ બધુ સીખવવામાં આવે છે. કોપાના કોર્ષમાં સાડા ચાર કલાકનું પ્રેકટીકલ વર્ક આવે છે.
અબતક સાથેની વાતચીતમાં મહિલા આઈટીઆઈના કોપા કલાસના ઈન્સ્ટ્રકટર કલ્પેશ લીંબાસીયાએ જણાવ્યું કે તેમની પાસે ૨ કલાસ છે જેમાં કમ્પ્યુટરના બેઝીકથી લઈને એડવાન્સ પ્રોગ્રામીંગ વીશે શીખવવામાં આવે છે. આ કોર્ષ ૧ વર્ષનો છે. અને આ કોર્ષમાં નેશનલ લેવલનું સર્ટીફીકેટ મળે છે. જે સર્ટીફીકેટ દ્વારા આઉટઓફ ઈન્ડીયા ગમે તે જગ્યાએ નોકરી મળી શકે છે. આ કોર્ષ સમાપ્ત થયા પછી દરેક તાલીમાર્થીને સારી સારી કંપનીઓ અહી બોલાવીને એ કંપનીમાં પ્લેસમેન્ટ અપાવીએ છીએ અને આ કોર્ષ બાદ સ્કુલ ટીચર, આસીસ્ટન્ટ તરીકે કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી મળી રહે છે.
સલુનમાં મોટી રકમ સાથે જયારે અહી વિનામૂલ્યે શીખી શકાતો પાર્લરનો કોર્ષ: વિધિ પટેલ
અબતક સાથેની વાતચીતમાં વીધી પટેલ કે જે મહિલા આઈટીઆઈમાં બ્યુટીપાર્લરનો કોર્ષ કરે છે આ કોર્ષ ૧ વર્ષનો હોય છે. જે વસ્તુ મોટા મોટા સલુનમાં ૨૫-૩૦ હજાર આપીને શીખીએ છીએ તે અહી વિનામૂલ્યે અને સારી રીતે શીખી શકીએ છીએ અને સાથોસાથ બધી જ વસ્તુ સરકાર તરફથી આપવામાં આવે છે. આ કોર્ષ પૂરો થતાની સાથે એનસીવીટી પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેનાથી ગુજરાતમાં ગમે ત્યાં સલુન ખોલી શકીએ ગર્વમેન્ટમાંથી લોન પણ આપવામાં આવે છે. જેથી પોતાનું પાર્લર ખોલી શકાય.
બ્યુટી પાર્લરના કોર્ષથી ૧૦ હજાર કમાવાની તક: ટ્રેનર વાણીયા ભૂમિ
અબતક સાથેની વાતચીતમાં મહિલા આઈ.ટી.આઈ. બ્યુટી પાર્લરના કોર્ષનાં ટ્રેનર વાણીયા ભૂમીએ જણાવ્યું કે આ કોર્ષમાં આઈબ્રોથી લઈને બ્રાઈડલ તૈયાર કરવા સુધીનું શીખડાવવામાં આવે છે. આ કોર્ષ કર્યા પછી ઓછામાં ઓછા ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ કમાઈ શકે છે. અને બ્યુટી પાર્લરએ એવો કોર્ષ છે કે તેઓ ઘરે પણ કમાઈ શકે છે.
ડ્રેસ મેકિંગ કોર્ષમાં તાલીમની સાથે સેમિનારો પણ યોજાઈ છે: રીમા ટંકારિયા
અબતક સાથેની વાતચીતમાં હેતલ બેન કે જે મહિલા આઈ.ટી.આઈ.માં ડ્રેસ મેકીંગનો અભ્યાસ કરાવે છે. તેઓ જણાવે છે કે ગાર્મેન્ટમાં ઘણા બધા કોર્ષ થાય છે. જેના ફેશન ડીઝાઈન ટેકનોલોજી છે જેમાં ડે્રસ મેકીંગ છે. હેન્ડ એમ્રોડરી, ઈન્ડિયન એમ્રોડરી, આ સિવાય ઘણા બધા કોર્ષ થાય છે. જેમાં આઈ.ટી.આઈ.નું સર્ટીફીકેટ લઈ અને પોતાના પગભર થઈ શકે અહી મહિલા આઈ.ટી.આઈ. માં કોર્ષ પૂરો થઈ ગયા પછી ગાર્મેન્ટમાં પણ આઈ.ટી.આઈ.નું પ્રમાણપત્ર બતાવીને નોકરી કરી શકે છે. આ પ્રમાણ પત્ર સબસીડી વાળી લોનમાં પણ ઉપયોગી છે. સાથે મસીન લેવા હોય તો વગર વ્યાજની લોન મળી શકે છે. મુંબઈથી પણ ઘણા ઓર્ડર આવે છે. જેના પરથી વિદ્યાર્થી ૧૦૦૦૦ જેટલી આવક ઉભી કરી શકે છે. ત્રણ બેંચ છે આ કોર્ષમાં ગર્વમેન્ટમાંથી ઘણી બધી સહાય મળે છે. સાથોસાથ સ્કોલરશીપ પણ મળી રહે છે.
અબતક સાથેની વાતચીતમાં રીમા ટંકારીયા જે મહિલા આઈ.ટી.આઈ.માં ડ્રેસ મેકીંગનો અભ્યાસ કરે છે. આ ૧ વર્ષનો અભ્યાસ છે. સાથે અભ્યાસ પૂર્ણ થયા બાદ એનસીવીટીનું નેશનલ સર્ટીફીકેટ પણ મળે છે. પહેલા સેમેસ્ટરમાં સ્ટીચીંગ સીખડાવ્યા અને ત્યારબાદ બીજા સેમેસ્ટરમાં બધા ગારમેન્ટ આવે છે. જેમાં મેન્સવેર, લેડીઝવેર, ચીલ્ડ્રન્સ વેર સાથે અહી અમારા માટે ઘણા બધા સેમીનાર પણ થાય છે. ફેબ્રુઆરીમાં અમારો ફેશન શો થયેલો. આ સંપૂર્ણ અભ્યાસ બાદ અમારા માટે ભરતી મેળો પણ યોજાય છે. અને નેશનલ સર્ટીફીકેટ મેળવ્યા બાદ અમને નેશનલ કંપનીમાં જોબ સાથે પોતાનો વ્યાપાર કરવો હોય તો લોન પણ સારી એવી મળી શકે છે.
જુદી જુદી કંપનીઓ કેમ્પસ ઈન્ટરવ્યુ કરી બહોળી સંખ્યામાં કરે છે ભરતી: પ્રીન્સીપાલ આર.એસ. ત્રિવેદી
અબતક સાથેની વાતચીતમાં મહિલા આઈટીઆઈ રાજકોટના પ્રીન્સીપાલ આર.એસ. ત્રિવેદી જણાવે છે કે તેમાં ૫ જુદા જુદા કોર્ષ થાય છે. ૧. ડ્રેસ મેકીંગ ૨. ફેશન ડિઝાઈન ટેકનોલોજી, ૩. કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીન આસીસ્ટંન્ટ, ૪. હેડ સેનેટરી ઈન્સ્પેકટર, ૫. બેઝીંક કોસ્મેટોલોજી જેની અંદર બ્યુટી પાર્લરને લગતા સ્ટેપ શિખવાડવામાં આવે છે. આ રીતો ૫ જેટલા કોર્ષ થાય છે. તેના માટે એજયુકેશન કોલીફીકેશન ૧૦ પાસનું જોઈએ છે તે સર્ટીફીકેટ કોર્ષ હોય છે. અને રાજકોટ આઈ.ટીઆઈ છે એ ભાઈઓ માટે પણ હોય છે તો ૮ કે ૯ના બેઈઝ પર પણ અમુક કોર્ષ થાય છે. આઈ.ટી.આઈ.ના ફેકલ્ટીઝની વાત કરીએ તો તેઓ વેલટ્રેન્ડ હોય છે. ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ તેઓનું એજયુંકેશન કોલીફીકેશન બી.ઈ. અને ડિપ્લોમાં કોર્ષિસ કરેલા હોય છે. મહિલા આઈટીઆઈ રાજકોટના જે કોઈ પણ કોશીઝ છે. એ બધા ૧ વર્ષના જ હોય છે અને રાજકોટ આઈટીઆઈ જે આજીડેમ પાસે આવેલ છે.ત્યાં ૨ વર્ષના એન્જીનીયરીંગ ટ્રેડનાં ઘણા કોશિઝ છે. તથા દર મહિને ૪ થી ૫ વખત જુદી જુદી કંપનીઓ આવીને કેમ્પસ ઈન્ટરવ્યુ કરે છે. અને એમાં બહોળી સંખ્યામાં જે આઈટીઆઈ કરેલા હોય છે. તેમની ભરતી કરવામાં આવે છે. અને તેઓને અંદાજીત ૧૧૦૦૦ થી ૧૬૦૦૦ સુધીની સેલેરી અથવાતો સ્ટાઈપેન્ડ પણ ચૂકવવામાં આવે છે.