ઘર, વાહન, ઘરેણાની ખરીદી માટે સારો દિવસ
વૈશાખ સુદ બીજ ને શનીવાર તા.22 ના રોજ સવાર ના 7.48 બીજ તિથિ છે ત્યારબાદ આખો દિવસ રાત્રી ત્રીજ તીથી છે આથી દરેક પંચાંગ પ્રમાણે તથા જ્યોતિષ ના નિયમ પ્રમાણે શનિવારે અખાત્રીજ મનાવવા મા આવશે તથા રવિવારે ગણેશ ચોથ મનાવવામાં આવશે તથા અખાત્રીજના દિવસે સવારે 9.27 થી આખો દિવસ રાત્રી સૌભાગ્ય નામનો યોગ પણ ઉત્તમ ફળ આપનાર છે
વર્ષમાં ચાર વણજોયા મુહુર્ત ના શ્રેષ્ઠ દિવસો ગણવા માં આવે છે , જે બેસતુ વર્ષ , ચૈત્ર સુદ એકમ , અખાત્રીજ અને દશેરા છે . આમ અખાત્રીજ નો દિવસ વણજોયા મુહૂર્તનો હોવાથી આ દિવસે કરેલા કોઇપણ શુભકાર્યનું ફળ અખંડ રહે છે .
આ દિવસે નવું વાહનની ખરીદી, સોના ચાંદીના દાગીનાની ખરીદી કરવી, પુજાનો સામાન, જીવન જરૂરી ચીજવસ્તુની ખરીદી કરવી , જમીન – મકાન વાહન ખરીદવા ઉત્તમ ફળદાયક છે. વાસ્તુ, નવચંડી હવન, લગ્ન, સગાઇ, ખાતમુહુર્ત, નવી દુકાનનુ મુહુર્ત કરવું . નવા વ્યાપારની શરૂઆત કરવી . જેવા દરેક શુભ કાર્યો માટે આ દિવસે કોઇપણ ગ્રહબળ તથા ચંદ્રબળ જવાની જરૂર રહેતી નથી.
અખાત્રીજના દિવસે પાણી ભરેલ ઘડાનું દાન દેવું તથા ગયો ને ઘાસ નાખવું ઉત્તમ ફળ આપશે. શ્રી યંત્ર ઉપર સાકરવાળા દૂધથી ૐ મહાલક્ષ્મી નમ: અથવા તો શ્રી સૂક્તના પાઠ બોલતા બોલતા અભિષેક કરવો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે લગ્નના મુહૂર્તની શરૂઆત બીજી મે થી થશે પરંતુ અખાત્રીજનો દિવસ વણઝોયા મુહુર્ત નો દિવસ હોવાથી આ દિવસે ગ્રહબળ રાશિબળ જોવાની જરૂર રહેતી નથી આથી ગુરુ ગ્રહનો અસ્ત હોવા છતાં પણ આ દિવસે લગ્ન થઈ શકશે
અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામજીનુ પ્રાગટ્ય થયું હતું. આથી ભગવાન પરશુરામની પૂજા કરવી ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાન ના જ અવતાર છે અને સપ્તા ચિરંજીવીમાંથી એક છે. આ દિવસે ત્રેતાયુગ નો પ્રારંભ થયો હતો . અખાત્રીજના દિવસથી ચારધામ ની યાત્રાનો પ્રારંભ થશે આખત્રીજ નો આખો દિવસ દરેક શુભ કાર્ય માટે સારો છે. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુનુ જળથી પૂજન કરવું શાલીગ્રામ ઉપર ચોખ્ખું જળ ચડાવી ને પૂજન કરવું તવા ભગવાન સત્યનારાયણની કથા કરવાથી જીવનમાં શાંતિ મળશે તથા આ દિવસે ગાયોને ઘાસચારો નાખવો પણ ઉત્તમ પુણ્ય કારક ગણાય છે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપભાઈ જોશીએ જણાવ્યું છે.
અખાત્રીજના દિવસના શુભ મુહૂર્તની યાદી
દિવસના શુભ ચોઘડિયા
શુભ 8.00 થી 9.30
ચલ 12.45 થી 2.22
લાભ 2.22 થી 3.58
અમૃત 3.58 થી 5.34
બપોરે અભિજીત મુહૂર્ત 12.20 થી 1.11
રાત્રિના શુભ ચોઘડિયા
લાભ 7.08 થી 8.33
શુભ 9.58 થી 11.21
સાંજે પ્રદોષ કાળનો શુભ સમય 7.08 થી. 9.23